For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામજોધપુરનો વેપારી આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડાયો: રાજકોટના બુકીનું નામ ખુલ્યું

12:44 PM May 13, 2024 IST | Bhumika
જામજોધપુરનો વેપારી આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડાયો  રાજકોટના બુકીનું નામ ખુલ્યું
Advertisement

જામનગર જિલ્લાના જામજોધપુરમાંથી એક વેપારીને પોલીસે મોબાઈલ ફોન મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં ઝડપી લીધો છે. જેની પૂછપરછ દરમિયાન રાજકોટના એક બુકીનું નામ ખુલ્યું છે.

જામજોધરપુરમાં ખાટકીવાસ વિસ્તારમાં રહેતા વેપારી ઇમરાન અબુભાઈ બ્લોચ ને જામજોધપુર પોલીસે જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઇપીએલ ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી રૂૂપિયા 4,630 ની રોકડ રકમ મોબાઈલ ફોન સહિત રૂૂપિયા 12,630 ની માલમતા કબજે કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન પોતે રાજકોટના સિધ્ધરાજ ઉર્ફે સિદ્ધલો લોહાણા નામના બુકી સાથે ક્રિકેટ ના સોદાની કપાત કરતો હોવાનું કબુલ્યું હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement