For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જયસ્વાલની શાનદાર સદી, રાજસ્થાનનો નવ વિકેટે વિજય

01:05 PM Apr 23, 2024 IST | Bhumika
જયસ્વાલની શાનદાર સદી  રાજસ્થાનનો નવ વિકેટે વિજય
  • 23 વર્ષની નાની ઉંમરે આઇપીએલમાં બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો યશસ્વી જયસ્વાલ

યશસ્વી જાયસવાલે શાનદાર સદી ફટકારી રાજસ્થાન રોયલ્સને મુંબઇ ઇન્ડીયન્સ વિરૂૂદ્ધ મોટી જીત પ્રાપ્ત કરી. આઇપીએલ 2024 ની 38મી મેચમાં રાજસ્થાનની ટીમે 9 વિકેટથી મેચને પોતાના નામ કરી દીધી. તેના માટે યશસ્વી જાયસવાલે 60 બોલમાં અણનમ 104 રન બનાવ્યા હતા.

Advertisement

યશસ્વી જાયસવાલે આ મેચમાં સદી ફટકારી આઇપીએલમાં ઇતિહાસ રચી દીધો. તે 23 વર્ષની ઉંમર પુરી થાય તે પહેલાં ટૂર્નામેન્ટમાં બે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયા. યશસ્વી જાયસવાલે ગત વર્ષે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ વિરૂૂદ્ધ 124 રન બનાવ્યા હતા. ત્યારે તેમની ઉંમર 21 વર્ષ 123 દિવસ હતી. જ્યારે જયપુરમાં અણનમ 104 રન બનાવ્યા. તેમણે આઇપીએલમાં પોતાની બીજી સદી 22 વર્ષ 116 દિવસની ઉંમરમાં લગાવ્યા. યશસ્વીએ મુંબઈ સામે બીજી સદી ફટકારી હતી. એક ટીમ સામે બે સદી ફટકારનાર તે પાંચમો બેટ્સમેન છે. આ મામલે કેએલ રાહુલ પ્રથમ સ્થાને છે. તેણે મુંબઈ સામે 3 સદી ફટકારી છે. ક્રિસ ગેલે પંજાબ કિંગ્સ સામે 2 સદી, વિરાટ કોહલીએ ગુજરાત લાયન્સ વિરુદ્ધ 2 સદી, ડેવિડ વોર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ 2 સદી ફટકારી છે. જોસ બટલરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 2-2 સદી ફટકારી છે. હવે આ યાદીમાં યશસ્વી પણ જોડાઈ ગયા છે.

રાજસ્થાનની ટીમ આઇપીએલ ઇતિહાસમાં શરૂૂઆતી આઠ મેચોમાંથી સાત જીતનાર પાંચમી ટીમ બની ગઇ. સૌથી પહેલાં મુંબઇ ઇન્ડીયન્સે 2010 માં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. પંજાબ કિંગ્સે 2014માં ચેન્નાઈ સુપર કિંગ્સે 2019માં અને ગુજરાત ટાઇટન્સે 2022માં આ કર્યું હતું. જેમાંથી તે સિઝનમાં માત્ર ગુજરાતની ટીમ જ ચેમ્પિયન બની શકી હતી.

Advertisement

હોમ ગ્રાઉન્ડને બનાવ્યો કિલ્લો
રાજસ્થાને આ સીઝનમાં પોતાના હોમગ્રાઉન્ડના કિલ્લામાં તબદીલ કરી દીધો. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેદિયમમાં તેણે આ સીઝનમાં મેચ રમી છે. આ દરમિયાન તેણે ચાર મેચ જીતી છે. રાજસ્થાનની ટીમ માત્ર એક મેચ હારી હતી. ગયા વર્ષે આ રેકોર્ડ સાવ અલગ હતો. 2023 માં, રાજસ્થાનની ટીમ અહીં જયપુરમાં પાંચમાંથી ચાર મેચ હારી હતી. તે માત્ર એક જ મેચ જીતી શક્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement