For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવૈતમાં 10 ગુજરાતી સહિત 500 ભારતીયોને જેલમાં ધકેલી દીધા

01:27 PM Jun 22, 2024 IST | Bhumika
કુવૈતમાં 10 ગુજરાતી સહિત 500 ભારતીયોને જેલમાં ધકેલી દીધા
Advertisement

આગની દુર્ઘટના બાદ પરિવારજનોને વીડિયો-ફોટોગ્રાફસ મોકલનાર ભારતીય શ્રમિકો ઉપર સરકારનો અત્યાચાર

ઇમારતોના વીજજોડાણો કાપી નાખ્યા, અનેક કામદારો ભયના માર્યા છુપાઇ ગયા, ભારત સરકાર પાસે માંગેલી મદદ

Advertisement

કુવૈતમાં બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં 46 જેટલા ભારતીય કામદારોના મોત થયા બાદ કુવૈત સરકારે ભારતીય કામદારો ઉપર રીતસર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યુ છે અને કુવૈતની ઘટનાઓ તેમજ ત્યાં કામદારો ઉપર થતા અત્યાચાર અંગે પરિવારજનોને વીડિયો કે ફોટોગ્રાફસ મોકલનાર કામદારો તથા તેના પરિવારજનોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

હાલમાં કુવૈતા સરકારે ગુજરાતના દસ સહિત 500 જેટલા ભારતીયોને જેલમાં ધકેલી દીધાનું ભાજપના સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવી કેન્દ્ર સરકાર પાસે મદદ માંગતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. કુવૈતમાં રહેલા દસ લાખથી વધુ ભારતીયો ફ્ફડી રહ્યા છે.

સાબરકાંઠાના દઢવાવ ગામના 10 લોકોની યુએઇની કુવૈત પોલીસે અટકાયત કરી છે. , આ 10 લોકોના પરિવારજનોએ પ્રધાનમંત્રીને પત્ર લખીને મદદની માંગ કરી છે.આ સાથે તેમણે સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાને પણ મદદની માંગ કરતો પત્ર લખ્યો છે.. જે લોકોને ડિટેઇન કરાયા છે તે લોકો વર્ષોથી કુવૈતમાં ધંધા રોજગાર માટે ગયા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર રીતે અટકાયત કરીને તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે.

કુવૈતના મંગાફ શહેરની 6 માળની ઈમારતમાં આગ લાગ્યા બાદ કુવૈત સરકારે કડક કાર્યવાહી કરી છે. કુવૈતના બનેદ અલ-ગર શહેરના ઇસ્તિકલાલમાં ઈમારત 17 અને 18નું વીજ કનેક્શન કાપી નાંખ્યા બાદ કુવૈત પોલીસે હવે તે ઈમારતોમાં રહેતા 500 ભારતીય શ્રમિકોની અટકાયત કરી છે.. કુવૈત સરકારના ગૃહ અને રાજ્ય મંત્રાલયે ભારતીય શ્રમિકોનો વીડિયો બહાર પાડ્યો છે.. ભારતીય કામદારોએ જણાવ્યું હતું કે પોલીસે રવિવારે 500 લોકોની ધરપકડ કરી છે અને તેમને કુવૈતની એક શાળામાં બંધ કરી દીધા છે. મોટાભાગના મજૂરો રાજસ્થાનના ડુંગરપુર-બાંસવાડાના છે.

અન્ય કેટલાક ભારતીય કામદારોએ કહ્યું કે તેઓ કુવૈત પોલીસના ડરથી શેરીઓમાં તેમજ હોટલની બહાર છુપાયેલા છે. .સ્થિતિ એ છે કે જો તમે આ ઘટનાનો વીડિયો બનાવો છો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરો છો અથવા પરિવારના સભ્યો સાથે શેર કરો છો, તો તમારી ધરપકડ પણ થઈ શકે છે.

કુવૈતમાં તેમની ધરપકડના સમાચાર સાંભળીને મજૂરોના પરિવારો ચિંતિત છે. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ તેમનો સંપર્ક કરી શક્યા નથી. અને ખબર નથી કે તેઓ ક્યાં બંધ છે. કુવૈતમાં રહેતા સંબંધીઓને ધરપકડની જાણ કરવામાં આવી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમને બચાવવા અને ભારત પરત લાવવા વિનંતી કરી છે.. દરમિયાન, કુવૈત પોલીસ ધરપકડ કરાયેલા કામદારોને ટૂંક સમયમાં ભારત મોકલવાની તૈયારી કરી રહી છે. કુવૈતના નિયમો અનુસાર, એકવાર ધરપકડ કરાયેલી વ્યક્તિ કુવૈત પરત જઈ શકતી નથી.

કુવૈતમાં પકડાયેલા 10 ગુજરાતી
(1) અલ્પેશભાઈ રમણલાલ મોઢપટેલ
(2) હિમાંશુકુમાર રસિકલાલ મોઢપટેલ
(3) બિપીનકુમાર શિવલાલ મોઢપટેલ
(4) મિલનકુમાર દિનેશભાઈ મોઢપટેલ
(5) નિલવ અશોકભાઈ મોઢપટેલ
(6) લલિતભાઈ દેવચંદભાઈ મોઢપટેલ
(7) અનિલભાઈ નારાયણદાસ મોઢપટેલ
(8) નટવરલાલ ભીમજીભાઈ મોઢપટેલ
(9) બિપીનભાઈ કોદરભાઈ મોઢપટેલ
(10) વિવેકભાઈ ખેમજીભાઈ મોઢપટેલ

Advertisement
Tags :
Advertisement
Advertisement