For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જય પેલેસ્ટાઇનનો નારો ઓવૈસીને મોંઘો પડશે?

11:22 AM Jun 27, 2024 IST | Bhumika
જય પેલેસ્ટાઇનનો નારો ઓવૈસીને મોંઘો પડશે
Advertisement

વિવાદાસ્પદ સાંસદ અને એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ફરી વખત સાંસદ બનતા જ નવો વિવાદ છેડ્યો છે. હવે આ વિવાદ તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. અસદુદ્દીન ઓવૈસીના શપથ ગ્રહણ દરમિયાન લોકસભામાં હોબાળો થયો હતો. શપથ લીધા બાદ ઓવૈસીએ એવા નારા લગાવ્યા કે જેના કારણે ઘણા સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. શપથ લીધા બાદ ઓવૈસીએ જય ભીમ, જય તેલંગાણાના નારા સાથે જય પેલેસ્ટાઈનનો નારો લગાવ્યો હતો. આ સિવાય તેમણે અલ્લાહ-ઓ-અકબરના નારા પણ લગાવ્યા હતા. આ નારા બાદ ભાજપના ઘણા સાંસદોએ ઓવૈસીના સૂત્રોચ્ચાર સામે વાંધો વ્યક્ત કર્યો અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
બીજી તરફ બીજેપીએ કહ્યું કે, ઓવૈસી જેવા લોકો ભારતમાં રહીને ભારત માતા કી જય નથી કહેતા. ભાજપના ધારાસભ્ય રાજા સિંહે ઓવૈસીના નારા પર નિવેદન આપતા કહ્યું કે, જો તમે પેલેસ્ટાઈનને આટલો પ્રેમ કરો છો તો ત્યાં જાઓ.

વિવાદ વધ્યો ત્યારે ઓવૈસીએ કહ્યું કે, જે પણ કહેવામાં આવ્યું તે બધાની સામે કહ્યું છે. બધા કહે છે કે અમારે શું બોલવુ? જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન. મને કહો કે તમે તેની વિરુદ્ધ કેવી રીતે છો. આ મામલે પ્રોટેમ સ્પીકરે કહ્યું કે, જો ઓવૈસીએ કંઈ પણ વાંધાજનક કહ્યું હશે તો તેને કાર્યવાહીના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવશે.

Advertisement

સંસદના પ્રવર્તમાન નિયમો અનુસાર, કોઈપણ ગૃહના સભ્યને લોકસભા અથવા કોઈપણ ગૃહના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવી શકાય છે, જો તે વિદેશી રાજ્ય (દેશ) પ્રત્યે તેની નિષ્ઠા દર્શાવે. કાં તો તેમને ફરીથી શપથ લેવા માટે કહેવામાં આવી શકે છે અથવા તો તેમને અયોગ્ય ઠેરવવામાં આવી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ઓવૈસીનું નિવેદન નિયમોની વિરુદ્ધ છે. તેઓ તેમની જાહેર સભામાં કોઈ ભાષણ આપી રહ્યા નહોતા પરંતુ સંસદમાં બોલતા હતા. ઓવૈસી વિરુદ્ધ ભારતના બંધારણના અનુચ્છેદ 102 અને 103ના સંદર્ભમાં રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં તેમને સંસદના સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવાની માંગ કરવામાં આવી છે.

શું કહે છે બંધારણની કલમ 102
બંધારણના અનુચ્છેદ 102 મુજબ, જો કોઈ સભ્ય સરકારમાં નફાનું પદ ધરાવે છે તો તે સંસદનું સભ્યપદ ગુમાવે છે. માત્ર તે પદ ધારણ કરવાથી તેને અયોગ્ય જાહેર કરવામાં આવશે નહીં, જેનું હોલ્ડિંગ કોઈપણ કાયદા હેઠળ સાંસદને અયોગ્ય ઠેરવતું નથી. ત્યાં પગાર, ભથ્થાં અને અન્ય સરકારી લાભો લેવા પર પ્રતિબંધ છે.જો તે અસ્વસ્થ હોય અને સક્ષમ અદાલત દ્વારા જાહેર કરવામાં આવે તો.જો તેને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય તો પણ તેનું સંસદનું સભ્યપદ સમાપ્ત થઈ શકે છે. જો તે ભારતનો નાગરિક નથી અથવા તેણે સ્વેચ્છાએ વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરી છે કે વિદેશી રાજ્ય પ્રત્યેની નિષ્ઠા અથવા પાલનની કોઈપણ સ્વીકૃતિ હેઠળ છે.જો તે સંસદ દ્વારા બનાવેલા કોઈપણ કાયદા દ્વારા અથવા તેના હેઠળ ગેરલાયક ઠર્યો હોય. બંધારણના અનુચ્છેદ 102 મુજબ, જો તે અન્ય કોઈ દેશ પ્રત્યે વફાદારીનું વચન આપે તો પણ તેનું સભ્યપદ ગુમાવી શકે છે. ઓવૈસીના કેસમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે પેલેસ્ટાઈન પ્રત્યે વફાદારી વ્યક્ત કરી છે. આ સ્થિતિમાં 102 ડી મુજબ તેમની સંસદની સભ્યતા જોખમમાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement