For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જય પેલેસ્ટાઈન…સંસદમાં ઓવૈસીની નારેબાજી પર મોટો હંગામો, જુઓ વિડીયો

05:47 PM Jun 25, 2024 IST | Bhumika
જય પેલેસ્ટાઈન…સંસદમાં ઓવૈસીની નારેબાજી પર મોટો હંગામો  જુઓ વિડીયો
Advertisement

18મી લોકસભાના પ્રથમ સત્રના બીજા દિવસે અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા બાદ જોરદાર હંગામો થયો હતો.ઓવૈસીએ શપથ લીધા બાદ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા.પથ ગ્રહણ બાદ તેમણે પહેલા જયભીમ બોલ્યા, ત્યારબાદ જય ભીમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતાં.

AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે સંસદમાં શપથ લીધા. શપથ લીધા બાદ ઓવૈસીએ 'જય ભીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન…' ના નારા લગાવ્યા.આ અંગે સાંસદ શોભા કરંદલાજેએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ પછી સંસદમાં અન્ય સભ્યોએ પણ જય પેલેસ્ટાઈન બોલવા સામે વાંધો ઉઠાવ્યો હતો. વિવાદ વધતો જોઈને બેન્ચ પર બેઠેલા રાધા મોહન સિંહે તેને રેકોર્ડમાંથી હટાવવાનો આદેશ આપ્યો.

Advertisement

ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે ઉર્દૂમાં શપથ લીધા, જ્યારે બેન્ચમાંથી તેમનું નામ બોલાવવામાં આવ્યું, ત્યારે ગૃહમાં ભારત માતા કી જયના ​​નારા લાગ્યા, આ સાથે કેટલાક સાંસદોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા. જ્યારે ઓવૈસી શપથ લેવા માટે મંચ પર પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલું કામ જય ભીમના નારા લગાવ્યા હતા. આ પછી તેમણે ઉર્દૂમાં શપથ લીધા. આ પછી ફરી જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન બોલ્યા હતા.

હૈદરાબાદ લોકસભા સીટ પરથી અસદુદ્દીન ઓવૈસી સતત પાંચમી વખત જીત્યા છે. આ વખતે અસદુદ્દીન ઓવૈસીને કુલ 6,61,981 મત મળ્યા અને તેમણે ભાજપની માધવી લતાને 3,38087 મતોથી હરાવ્યા. અગાઉ 2019ની ચૂંટણીમાં ઓવૈસી કુલ 58.95% વોટ શેર સાથે જીત્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement