For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ST બસના મહિલાનો વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવો યુવકને ભારે પડ્યો

04:11 PM Jun 28, 2024 IST | admin
st બસના મહિલાનો વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવો યુવકને ભારે પડ્યો
Advertisement

વીડિયોમાં દેખાતા બેગના આધારે અપ-ડાઉન કરતા યુવકને ઝડપી લઇ ટીમ અભયમે પાઠ ભણાવ્યો

સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવાધન જીવના જોખમે સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગોંડલ પંથકમાં રહેતા અને અપ-ડાઉન કરતા યુવકે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ વધારવા એસટી બસના મહિલા કંડકટરના છુપી રીતે વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યાની ઘટના પ્રકાશમાં આવતા ટીમ અભયમે યુવકને કાયદાનું ભાન કરાવી ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો દૂર કરાવ્યા હતા.

Advertisement

આ ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ ગોંડલ પંથકમાં એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા મહિલાનો અપડાઉન કરતા મુસાફર યુવાને છુપી રીતે વિડીયો બનાવી પોતાના ફોલોઅર્સ વધારવા 15 દિવસમાં બે વિડિયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા હતા. મહિલા કંડકટરને પોતાના વિડીયો સોશિયલ મીડિયા મારફતે ઇન્સ્ટાગ્રામમાં ફરતા હોવાની જાણ થતા મહિલા કંડકટરે છુપી રીતે વિડિયો બનાવી વાયરલ કરનારને ઝડપી લેવા મન મક્કમ કરી લીધું હતું. મહિલા કંડકટરે પોતાની સૂઝબૂઝથી વીડિયોમાં દેખાતા યુવકના બેગના આધારે છુપી રીતે વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં વીડિયો અપલોડ કરનાર યુવકને પકડી પાડ્યો હતો. અને આ ઘટના અંગે 181 મહિલા હેલ્પલાઇનની ટીમમાં મદદ માટે કોલ કર્યો હતો. જાણ થતા જ ગોંડલ ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર મનિષા પરમાર, એએસઆઈ પરવાનાબેન અને પાયલોટ લક્ષ્મણભાઈ કોડીયાતર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા મહિલા કંડકટરનું કાઉન્સેલિંગ કરતા તેમણે જણાવ્યું હતું કે એસટી બસમાં અપ-ડાઉન કરતા યુવાને પોતાના ફોલોઅર્સ વધારવા છુપી રીતે એસટી બસમાં ચાલુ ફરજમાં રહેલા મહિલા કંડકરના 15 દિવસમાં બે વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. અભયમ દ્વારા મહિલા કંડકટરનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરનાર યુવકને કાયદાકીય માહિતી આપી કાયદાનું ભાન કરાવ્યું હતું. યુવાને પોતાની ભૂલ સ્વીકારી અને ઇન્સ્ટાગ્રામમાંથી મહિલા કંડક્ટરના વિડીયો દૂર કર્યા હતા. પરંતુ મહિલા કંડકટર યુવક યુવકે માફી માંગતા તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરવા જણાવ્યું હતું અને મહિલા કંડક્ટરે ટીમ અભયમની કામગીરી બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement