For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇઝરાયલનો જવાબી હુમલો, ઇરાનના પરમાણુ પ્લાન્ટ નજીક મિસાઇલો દાગી

11:09 AM Apr 19, 2024 IST | Bhumika
ઇઝરાયલનો જવાબી હુમલો  ઇરાનના પરમાણુ પ્લાન્ટ નજીક મિસાઇલો દાગી

ઈઝરાયેલે આજે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી છે. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના સમાચાર છે. દરમિયાન, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ઈંછૠઈ) એ તેના તમામ લશ્કરી મથકોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.ઈરાનની સરકારી સમાચાર એજન્સી અનુસાર, આ હુમલો આજેે વહેલી સવારે થયો હતો.

Advertisement

ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર પણ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ શહેરમાં ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ આ જગ્યાએથી ચાલી રહ્યો છે. આ વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. આ હુમલા બાદ ઈરાને અનેક પ્રાંતોમાં પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.આ હુમલા બાદ ઈરાને તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝ જતી તમામ ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. ઓછામાં ઓછી આઠ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. ઈઝરાયેલના આ સંભવિત હુમલા પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરે ગુરુવારે ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે જો ઈઝરાયેલ જવાબી હુમલો કરશે તો ઈરાન તરત જ જડબાતોડ જવાબ આપશે.

સીએનએનના અહેવાલ મુજબ ઈઝરાયેલે હુમલામાં ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યું નથી. ઈઝરાયેલે અમેરિકાને કહ્યું કે તે ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવી રહ્યું નથી. ઈરાન પર ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે નેતન્યાહુ ચોક્કસપણે બદલો લેશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઈરાનના ઘણા પરમાણુ સ્થળો તેમના લક્ષ્યોથી બહાર છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાટા પરથી ઉતારવાની યોજનાની ચર્ચા સર્વત્ર થઈ રહી હતી.

Advertisement

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી ઈઝરાયેલના આ સંભવિત હુમલાને લઈને પહેલાથી જ એલર્ટ પર હતી. ઈંઅઊઅના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ કહ્યું હતું કે તેઓ ઈરાનના પરમાણુ સ્થળો પર સંભવિત હુમલાને લઈને ચિંતિત છે.ઈઝરાયેલ પર તહેરાનના હુમલા બાદ અમેરિકા અને બ્રિટને ઈરાન પર નવા પ્રતિબંધો લગાવ્યા હતા. ઈરાનના 16 લોકો અને તેમની બે કંપનીઓ પર આ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. આ કંપનીઓ ડ્રોન એન્જિન બનાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement