For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સીરિયામાં અમેરિકી લશ્કરી થાણા પર ઈરાકનો રોકેટ મારો

11:26 AM Apr 22, 2024 IST | Bhumika
સીરિયામાં અમેરિકી લશ્કરી થાણા પર ઈરાકનો રોકેટ મારો
  • વોશિંગટનમાં બાઈડેનને ઈરાકી પીએમ મળ્યાના બીજા દિવસે પીઠ પાછળ ઘા

વૈશ્વિક અશાંતિ વચ્ચે, વિશ્વમાં ઘણા મોરચે યુદ્ધો લડાઈ રહ્યા છે. મધ્ય પૂર્વમાં સ્થિતિ ખૂબ જ તંગ છે. આવી સ્થિતિમાં ઈરાક તરફથી સીરિયામાં અમેરિકન સૈન્ય મથક પર રોકેટ છોડવામાં આવ્યા છે.આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાની એક દિવસ પહેલા જ અમેરિકાના પ્રવાસ પરથી સ્વદેશ પરત ફર્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા હતા.

Advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર સીરિયાની સરહદે આવેલા ઈરાકી શહેર જુમ્મરમાં એક નાના ટ્રક પર રોકેટ લોન્ચર તૈનાત કરવામાં આવ્યું હતુંઅને તેમાંથી અમેરિકન સૈન્ય મથકને નિશાન બનાવીને પાંચ રોકેટ છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન જે ટ્રક પર રોકેટ લોન્ચર રાખવામાં આવ્યું હતું. તે વિસ્ફોટ થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવાઈ હુમલો ટ્રકને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જેમાં અમેરિકન યુદ્ધ વિમાનો સામેલ હોવાની આશંકા છે.

એક સૈન્ય અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે અમે એ વાતની પુષ્ટિ કરી શકતા નથી કે અમેરિકન એરસ્ટ્રાઈકના કારણે ટ્રકમાં વિસ્ફોટ થયો હતો. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ઈરાકી સુરક્ષા દળો તૈનાત છે, જેમણે આ કેસમાં દોષિતોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું છે.

Advertisement

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇરાકની સરહદેથી અમેરિકન સૈન્ય મથક પર રોકેટ ફાયર કર્યા બાદ હુમલાખોરો અન્ય વાહનમાં ભાગી ગયા હતા. આ હુમલો ઈરાકના એક આતંકવાદી જૂથે કર્યો હતો. જૂથનું કહેવું છે કે તે સીરિયામાં અમેરિકન સૈન્ય મથકો પર સમાન હુમલાઓ કરવાનું ચાલુ રાખશે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના ડાયરેક્ટર રામી અબ્દેલ રહેમાને જણાવ્યું હતું કે ઈરાકની સરહદેથી સીરિયામાં અમેરિકી સૈન્ય મથક પર અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement