ભારત પર ટેરિફનો અમેરિકાનો નિર્ણય યોગ્ય ઠરાવતા ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ભારત પર ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણયને સાચો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે જો અમેરિકાએ રશિયાને તાકાત આપનારા દેશ પર કડક વલણ અપનાવ્યું છે, તો તેમાં શું ખોટું છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ઝેલેન્સકીએ ચીન, રશિયા અને ભારતના નેતાઓ એક મંચ પર ભેગા થવા વિશે પણ વાત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકાના ટેરિફ નિર્ણયનું પરિણામ એ કારણે આવ્યું છે કે મોદી, પુતિન અને શી જિનપિંગ એક મંચ પર દેખાયા છે અને જુગલબંધી જોવા મળી છે. આ અંગે ઝેલેન્સકીએ કહ્યું કે મારું માનવું છે કે ભારત પર ટેરિફ લાદવાનો અમેરિકાનો નિર્ણય સાચો છે. રશિયા સાથે વેપાર કરનારાઓ પર પ્રતિબંધો લાદવા જરૂૂરી છે.
તેમને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારી માંગણી એ છે કે રશિયા પર મહત્તમ પ્રતિબંધો લાદવામાં આવે અને યુક્રેનને મદદ મળે. આના પર ઝેલેન્સકીએ કહ્યું કે હું ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંથી ખુશ છું. રશિયા સાથે કોઈપણ પ્રકારનો સોદો કરવો યોગ્ય નથી. હું તેના પર પ્રતિબંધોને સમર્થન આપું છું. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ જાણે છે કે વ્લાદિમીર પુતિનને કેવી રીતે રોકવું. વ્લાદિમીર પુતિનનું શસ્ત્ર એ છે કે તે વિશ્વના ઘણા દેશોને તેલ અને ગેસ વેચે છે. તેમની તે શક્તિ છીનવી લેવી પડશે.
આ અઠવાડિયે અમે મોદી, પુતિન અને શી જિનપિંગ વચ્ચેની મુલાકાત જોઈ. જ્યારે તમે મોદીને ત્યાં જોયા ત્યારે તમને કેવું લાગ્યું? શું તમે માનો છો કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ટેરિફ લાદવાનો નિર્ણય ઉલટો પડ્યો? આના પર ઝેલેન્સકીએ કહ્યું કે મારું માનવું છે કે ભારત પર ટેરિફ લાદવાનો અમેરિકાનો નિર્ણય સાચો છે. રશિયા સાથે વ્યવસાય કરનારાઓ પર પ્રતિબંધો લાદવા જરૂૂરી છે.