ઇઝરાયલ ઉપર યમને પણ મિસાઇલો છોડી
11:15 AM Oct 08, 2024 IST
|
admin
Advertisement
વધુ એક દેશે યુદ્ધમાં ઝંપલાવતા તંગદિલી વધી
Advertisement
ઈઝરાયેલ પર દુશ્મન દેશોએ હુમલાનો મારો કરવા માંડ્યો છે. ઈરાન, લેબનોન બાદ હવે યમને પણ ઈઝરાયેલને નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે યમને ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલ છોડી છે. આઈડીએફએ કહ્યું કે ઈઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમે સફળતાપૂર્વક આ હુમલાને નિષ્ફળ કર્યો છે. યમનના મિસાઈલ હુમલાઓ બાદ મધ્ય ઈઝરાયેલમાં સાઈરનો વાગવા લાગી હતી.
સરકારે સુરક્ષા ખાતર ઈઝરાયેલમાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. આઈડીએફએ જણાવ્યું કે યમનના મિસાઈલ હુમલાઓને લાંબા અંતરની મિસાઈલ રક્ષા પ્રણાલીથી નિષ્ફળ કરાયો. આ એડવાન્સ્ડ મિસાઈલો, બેલિસ્ટિક મિસાઈલોને વાયુમડળની બહાર જ નષ્ટ કરી નાખે એ રીતે ડિઝાઈન કરાઈ છે.
આઈડીએફએ પુષ્ટિ કરી કે મધ્ય ઈઝરાયેલમાં વાગતી સાઈરનો યમનથી છોડવામાં આવેલી સરફેસ ટુ સરફેસ મિસાઈલોના કારણે વાગી હતી.
Next Article
Advertisement