આતંકવાદી જૂથ હમાસનો નવો વડો યાહ્યા સિનવાર
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે કહ્યું કે તેણે યાહ્યા સિનવારને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા છે. સિનવાર ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર થયેલા હુમલાનો મુખ્ય કાવતરાખોર છે. હમાસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે સિનવારને તેના રાજકીય બ્યુરોના નવા વડા તરીકે નિયુક્ત કર્યા છે. સિનવાર ઈસ્માઈલ હનીયેહનું સ્થાન લેશે. ગયા અઠવાડિયે ઈરાનમાં કથિત ઈઝરાયેલ હુમલામાં હનીહનું મોત થયું હતું. ગયા વર્ષે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ સિનવાર જાહેરમાં દેખાયો નથી. ગયા વર્ષના હુમલામાં, આતંકવાદીઓએ 1,200 લોકોની હત્યા કરી હતી અને લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલે ગાઝા પર સૈન્ય કાર્યવાહી શરૂૂ કરી હતી.
31 જુલાઈના રોજ, હમાસના નેતા ઈસ્માઈલ હનીયેહ ઈરાનની રાજધાનીમાં વહેલી સવારે થયેલા હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ઈરાન અને આતંકવાદી સંગઠન હમાસે આ માહિતી આપી હતી. ઈરાન અને હમાસે હનીહની હત્યા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે, જે ઈરાનના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા બાદ થઈ હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ ઈઝરાયેલ પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.