For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુનિયામાં પહેલી વાર રોબોટ્સ વચ્ચે બોક્સિગં મેચ

05:49 PM May 28, 2025 IST | Bhumika
દુનિયામાં પહેલી વાર રોબોટ્સ વચ્ચે બોક્સિગં મેચ

ચીનમાં યોજાયેલી અનોખી મુક્કાબાજીમાં ચાર રોબોટસ રિંગમાં ઉતર્યા હતા

Advertisement

દુનિયામાં પહેલી વાર બે રોબોટ્સ વચ્ચે બોક્સિંગ મેચ થઈ છે. આ મેચ ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાઈ હતી. રોબોટ્સે એકબીજા પર લાતો અને મુક્કાથી હુમલો કર્યો હતો. આ મેચમાં ચાર રોબોટ્સે ભાગ લીધો હતો. આ રોબોટ્સનું નિયંત્રણ માણસો દ્વારા કરવામાં આવતું હતું. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ મેચનું નામ વર્લ્ડ રોબોટ કોમ્પિટિશન છે અને આ મેચ તાજેતરમાં જ યોજાઈ હતી. આ રોબોટ્સ ચીની કંપની યુનિટ્રી રોબોટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જે ઘણા અદ્યતન હ્યુમનોઇડ રોબોટ્સ બનાવવાનું કામ કરી રહી છે.

ચીનના હાંગઝોઉ શહેરમાં યોજાયેલી આ મેચમાં ચાર રોબોટ્સે ભાગ લીધો હતો. બધા રોબોટ એક જ કદના હતા અને તેમની ઊંચાઈ 132 સેમી અને વજન 32 કિલો હતું.બોક્સિંગ રિંગમાં લડતા રોબોટ્સને રિમોટથી નિયંત્રિત કરવામાં આવતા હતા. આ માટે, માનવ ટ્રેનરે જોયસ્ટિકની મદદથી તેમને નિયંત્રિત કર્યા.

Advertisement

યુનિટ્રી કંપનીએ પહેલાથી જ તેના રોબોટ્સના વિડિઓઝ જાહેર કર્યા છે, જેમાં તેમનો રોબોટ ખૂબ જ ઝડપે દોડી શકે છે. એક વિડિઓમાં, બતાવવામાં આવ્યું હતું કે તે વિશ્વનો પ્રથમ સૌથી ઝડપી દોડતો રોબોટ છે. વિડિઓમાં, બતાવવામાં આવ્યું હતું કે રોબોટ્સ બધી સપાટી પર સરળતાથી દોડી શકે છે.

તાજેતરમાં એક વિડિઓ વાયરલ થયો હતો, જેમાં ફેક્ટરીમાં તૈયાર થઈ રહેલા રોબોટ્સે અચાનક કર્મચારી પર હુમલો કર્યો હતો. વિડિઓમાં, બતાવવામાં આવ્યું હતું કે હેંગરમાં લટકતો રોબોટ અચાનક લાત અને મુક્કા મારવા લાગ્યો હતો. આ દરમિયાન, કર્મચારી તે રોબોટ્સની સામે ઉભો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement