દુબઇમાં યોજાઇ વિશ્ર્વની સો પ્રથમ જેટ સૂટ રેસ
- સુપરહીરો ફિલ્મ જેવા દ્દશ્યો સર્જાયા
દુબઈમાં વિશ્વની પ્રથમ જેટ સૂટ રેસ યોજાઈ હતી જેણે કોઈ સુપરહીરો ફિલ્મનાં દૃશ્યોની યાદ અપાવી દીધી હતી. ગ્રેવિટી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં ભાગ લેનારાઓએ તેમના હાથ અને પીઠ પર જેટ એન્જિન લગાવ્યાં હતાં અને દુબઈ મરીનાની ગગનચુંબી ઇમારતોની સ્કાયલાઇન સામે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધા દુબઈ મરીના રનવે પર યોજાઈ હતી, જેનો ઉપયોગ સ્કાયડાઇવ દુબઈ કંપની કરે છે.
આ કંપની ક્રાઉન પ્રિન્સ હમદાન બિન મોહમ્મદ અલ મકતૂમ સાથે જોડાયેલી છે અને રોમાંચક અનુભવો માટે જાણીતી છે. પાઇલટે પહેરેલો જેટ સૂટ 1500 હોર્સપાવરની ક્ષમતા ધરાવે છે જે કોઈ લક્ઝરી સ્પોર્ટ્સકારની ક્ષમતા કરતાં વધારે છે. દરેક જેટ 128 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. યુનાઇટેડ કિંગડમના પાઇલટ ઇસા કાલફોને ફિનિશ લાઇન પાર કરીને આ સ્પર્ધા જીતી હતી અને ગોલ્ડન જેટ ટર્બાઇન મેળવ્યું હતું.