For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જર્મનીના રેલવે સ્ટેશન પર મહિલાની આડેધડ છુરાબાજી: 18 ઘવાયા, 4 ગંભીર

11:16 AM May 24, 2025 IST | Bhumika
જર્મનીના રેલવે સ્ટેશન પર મહિલાની આડેધડ છુરાબાજી  18 ઘવાયા  4 ગંભીર

જર્મનીના સૌથી મોટા રેલ્વે સ્ટેશન, સેન્ટ્રલ સ્ટેશન, હેમ્બર્ગ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છેય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવાર, 23 મેના રોજ, જર્મનીના હેમ્બર્ગના સેન્ટ્રલ સ્ટેશન પર છરીના હુમલામાં 18 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં એક મહિલા પર આરોપ લગાવવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે.

Advertisement

સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ હુમલાખોરે મુસાફરો પર છરી વડે હુમલો કરવાનું શરૂૂ કર્યું ત્યારે સાક્ષીઓએ અંધાધૂંધીના દ્રશ્યોનું વર્ણન કર્યું. હેમ્બર્ગ શહેરના સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન પર શુક્રવારે સાંજે છરી હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું હતું. ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પીડિતોમાંથી ચારની હાલત ગંભીર હતી.

પોલીસનું કહેવું છે કે 39 વર્ષીય મહિલાએ આ હુમલો કર્યો હતો, જેના પાછળનું કારણ હજુ સુધી જણાવવામાં આવ્યું નથી.પરંતુ તેઓ માને છે કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે છે, જેમણે કહ્યું હતું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેણીએ આત્મસમર્પણ કર્યું હતું.

Advertisement

હેમ્બર્ગના મેયર પીટર શેનશેરે શુક્રવારે રાત્રે જણાવ્યું હતું કે, હું આ હુમલાના પીડિતો સંવેદના વ્યક્ત કરુ છું અને આશા રાખું છું કે જેઓ ગંભીર રીતે ઘાયલ છે તેમને પણ બચાવી શકાય, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે મેયર સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો અને ફેડરલ અધિકારીઓ તરફથી મદદની ઓફર કરી. જર્મન પોલીસનું કહેવું છે કે આ હુમલો દેશના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશનોમાંના એક પર થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement