થાઇલેન્ડમાં બૌધ્ધ સાધુઓને હની ટ્રેપમાં ફસાવી મહિલાએ રૂા.100 કરોડ પડાવ્યા
થાઈલેન્ડમાં એક મોટા સેક્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં એક મહિલાને અનેક સાધુઓ સાથે સેક્સ કરવા અને બાદમાં તેમને બ્લેકમેલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પહેલા સેક્સ માટે લલચાવી ફસાવ્યા અને પછી બ્લેકમેલિંગની આ રમત દ્વારા લગભગ 385 મિલિયન બાથ પડાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. આ રકમ ભારતીય ચલણમાં 100 કરોડ રૂૂપિયાથી વધુ છે.
પીટીઆઈ અનુસાર, રોયલ થાઈ પોલીસ સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં સામેલ ઓછામાં ઓછા નવ બૌદ્ધ સાધુઓ અને વરિષ્ઠ સાધુઓને સાધુ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર થાઈલેન્ડના એક બૌદ્ધ મંદિરના બેંક ખાતામાંથી એક વરિષ્ઠ સાધુ દ્વારા વિલાવન અમસાવતના ખાતામાં મોકલવામાં આવેલી રકમ પણ શોધી કાઢવામાં આવી છે.લગભગ 35 વર્ષીય વિલાવન અમસાવતને રાજધાની બેંગકોકના ઉત્તરમાં આવેલા નોન્થાબુરી પ્રાંતમાં તેના ઘરેથી ખંડણી, મની લોન્ડરિંગ અને ચોરાયેલી વસ્તુઓ મેળવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ પહેલા, વિલાવનએ આવા સંબંધની કબૂલાત કરી હતી. વિલાવન ઇરાદાપૂર્વક નાણાકીય લાભ માટે વરિષ્ઠ સાધુઓને નિશાન બનાવતી હતી. પોલીસે શોધી કાઢ્યું કે પ્રેમ સંબંધ શરૂૂ કર્યા પછી, ઘણા સાધુઓએ વિલાવનના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં, વિલાવનના બેંક ખાતામાંથી 11.9 મિલિયન યુએસ ડોલર મળ્યા હતા, પરંતુ તેમાંથી મોટા ભાગના ઓનલાઇન જુગાર વેબસાઇટ્સ પર ખર્ચવામાં આવ્યા હતા.સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના ડેપ્યુટી કમિશનર જારૂૂંકિયાત પંકાવાએ જણાવ્યું હતું કે તપાસ ગયા મહિને શરૂૂ થઈ હતી જ્યારે બેંગકોકના એક પ્રખ્યાત બૌદ્ધ મંદિર ના એક વરિષ્ઠ સાધુએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. એવા અહેવાલો પણ છે કે વિલાવનના ફોન પર હજારો ફોટા અને વીડિયો મળી આવ્યા છે. તેમાં ઘણી બધી ગપસપો પણ છે, જે અનેક સાધુઓ સાથેના સંબંધો તરફ ઈશારો કરે છે.