For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇઝરાયલ-લેબનોન વચ્ચે તોળાતું યુધ્ધ, અનેક દેશોએ નાગરિકોને પરત બોલાવ્યા

11:06 AM Jul 29, 2024 IST | admin
ઇઝરાયલ લેબનોન વચ્ચે તોળાતું યુધ્ધ  અનેક દેશોએ નાગરિકોને પરત બોલાવ્યા

હિઝબુલ્લાહના હુમલામાં 12 બાળકોના મોત બાદ નેતન્યાહુ અમેેરિકાનો પ્રવાસ ટૂંકાવી ઇઝરાયલ પહોંચ્યા, કેબિનેટે લશ્કરી કાર્યવાહીની તમામ સત્તા આપી દેતાં વધુ એક પૂર્ણ યુધ્ધના ભણકારા

Advertisement

પેલેસ્ટાઇન સાથે યુધ્ધ લડી રહેલા ઇઝરાયલ ઉપર લેબનોન સમર્થિત ત્રાસવાદી સંગઠન હિઝબુલ્લાના લડાકુઓએ ફુટબોલ રમી હેલા બાળકો ઉપર રોકેટ છોડી છેલ્લા દસ વર્ષનો સૌથી મોટો હુમલો કરતા 12 બાળકોના મોત નિપજયા હતા. આ હુમલા બાદ ઉશ્કેરાયેલું ઇઝરાયલ વધુ એક યુધ્ધ મોરચો ખોલી લેબનોન ઉપર હુમલો કરવાની તૈયારીમાં હોવાથી અમેરિકા સહીત નાટોના દેશો ઉપરાંત 9 નોન નાટો દેશોએ પોતાના નાગરિકોને તુરત જ લેબનોન છોડી દેવા ચેતવણી આપી છે. અને પ્રવાસ પણ નહીં કરવા જણાવ્યું છે.

બીજી તરફ ઇઝરાયલ ઉપર કરેલા આ ભિષણ હુમલાની જવાબદારીથી હિઝબુલ્લાએ હાથ ખંખેર્યા છે અને પોતે હુમલો નહીં કર્યાનું જણાવ્યું છે. અમેરિકાથી પરત ફરેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટને કેબીનેટે રવિવારે જ લેબનોન ઉપર લશ્કરી કાર્યવાહીની સતા આપી દીધી છે.
ઈરાન સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે છેલ્લા 10 મહિનામાં ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. આતંકવાદી સંગઠને શનિવારે ગોલાન હાઇટ્સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર લેબનોનથી રોકેટ છોડ્યાં હતાં. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા છે.

Advertisement

અમેરિકાના પ્રવાસે ગયેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હુમલાની માહિતી મળતાં જ તરત જ પરત ફર્યા હતા. હિઝબુલ્લાહે શરૂૂઆતમાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જોકે, થોડા સમય બાદ તેણે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. ઈઝરાયલના સૈન્ય IDF એ કહ્યું છે કે, આ હુમલો ફલક-1 રોકેટથી કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ માત્ર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવે છે.

ઈઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે, હવે તેમાં કોઈ શંકા નથી કે હિઝબુલ્લાહે તમામ હદો પાર કરી દીધી છે. અમે ચોક્કસપણે આનો જવાબ આપીશું. અમે આતંકવાદી સંગઠન સાથે યુદ્ધની શરૂૂઆતની ખૂબ નજીક છીએ.
હિઝબુલ્લાહના આ હુમલા બાદ બંને વચ્ચે સંઘર્ષનું જોખમ વધી ગયું છે. હકીકતમાં, ઈઝરાયલ અને હિઝબુલ્લાહ છેલ્લા કેટલાક સમયથી સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે કહ્યું કે, તેઓ લેબનોનને પાષાણ યુગમાં મોકલી શકે છે.

આ સાથે જ હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહે ઈઝરાયલના એરપોર્ટ અને સાયપ્રસ પર હુમલાની ધમકી આપી છે. હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ શેખ નઈમ કાસિમે કહ્યું હતું કે, લેબનોન-ઈઝરાયલ બોર્ડર પર બંને વચ્ચે દુશ્મની વધી રહી છે. જો ઈઝરાયલી દળો લેબનોન પહોંચે છે, તો અમે તેની સરહદોની અંદર વિનાશ મચાવીશું.

અમારા હૃદય તૂટી ગયા છે, હિઝબુલ્લાહએ મોટી કિંમત ચૂકવવી પડશે: નેતન્યાહુ
હિઝબુલ્લાહના લડાકુઓ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા ભીષણ હુમલામાં 12 બાળકોના મોત થયા છે અને 37 કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લીધે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાને જવાબદાર ઠરાવ્યું છે. આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે હિઝબુલ્લાએ મોટી કિંમત ચુકવવી પડશે. તેમણે કહ્યું કે ઈઝરાયેલના નાગરિકો, તમારી જેમ હું પણ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ જીવલેણ હુમલા બાદની ભયાનક તસવીરો જોઈને સ્તબ્ધ છું. પ્રધાનમંત્રી નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે આ દ્રશ્યો જોઈને અમારા સૌના હૃદય તૂટી ગયા છે. અમે આ મુશ્કેલ ઘડીમાં મુશ્કેલ ઘડીમાં તેમના પરિવારો સાથે છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement