બુમરાહ વિરુદ્ધ કાયદો પસાર કરીશું, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનની મજાક સિડની મેચ પહેલાં ટીમ ઈન્ડિયા સાથે ઙખ એન્થોની અલ્બેનીઝની મુલાકાત
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે બુધવારે ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમો સાથે મુલાકાત કરી હતી. નવા વર્ષની ટેસ્ટ પહેલા અલ્બેનીઝે સિડનીમાં બંને ટીમોની યજમાની કરી અને ચાલુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહના પ્રદર્શનની પ્રશંસા કરી.
ટીમો સાથેની વાતચીત દરમિયાન, અલ્બેનીઝે આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમ પર બુમરાહની અસર વિશે વાત કરી અને મજાક કરી કે તે બુમરાહને ડાબા હાથે બોલિંગ કરવા અથવા એક પગલું આગળ કરવા માટે કાયદો પસાર કરી શકે છે.
અલ્બેનીઝે સિડનીમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. તેમણે દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી સાથેની એક તસવીર પણ શેર કરી પીટીઆઈએ એન્થોની અલ્બેનીઝેને ટાંકીને કહ્યું કે, અમે અહીં એક કાયદો પસાર કરી શકીએ છીએ જે મુજબ બુમરાહે ડાબા હાથથી અથવા એક પગલું આગળ કરીને બોલિંગ કરવી પડશે. જ્યારે પણ તે બોલિંગ કરવા આવ્યો છે તે ખૂબ જ રોમાંચક રહ્યો છે.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણીમાં 2-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ સિડનીમાં 3 જાન્યુઆરીથી શરૂૂ થઈ રહેલી પાંચમી ટેસ્ટમાં જીત સાથે શ્રેણીની હાર ટાળવા માંગશે. ફરી એકવાર ટીમની આશા જસપ્રીત બુમરાહ પર ટકી રહેશે, જેણે શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી છે. બુમરાહે વર્તમાન સિરીઝમાં 12.83ની એવરેજથી 30 વિકેટ લીધી છે. તે મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે ભારતના સૌથી મોટા હથિયાર તરીકે ઉભરી આવ્યો છે.