રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

'તમારે ભારત પર આરોપ લગાડવાની જરૂર શું હતી…' કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાતે પોતાના જ PM પર ઉઠાવ્યા સવાલ

10:12 AM Oct 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભારત-કેનેડા સંબંધોમાં કડવાશ વચ્ચે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોટી કબૂલાત કરી છે. તેણે કહ્યું હતું કે નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ભારતને જરૂરી પુરાવા આપ્યા નથી. હવે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત જો એડમ જ્યોર્જે આ મામલે પોતાના જ પીએમ જસ્ટિન ટ્રુડો પર સવાલ ઉઠાવ્યા છે.

કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત એડમ જ્યોર્જે જણાવ્યું હતું કે, "જસ્ટિન ટ્રુડોએ તે સમયે ભારત સાથે નક્કર પુરાવા શેર કર્યા ન હતા તે ખૂબ જ રસપ્રદ હતું.હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે આ આરોપ સાર્વજનિકમાં જાહેર કરવાની જરૂરશું હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કેનેડાએ ભારત સાથે વધુ પુરાવા શેર કર્યા છે કે નહીં,મને લાગે છે કે સમય જ બધું કહેશે.

આ પહેલા કેનેડાના પીએમ ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારતે કડકાઈ બતાવી અને આ આરોપોને વાહિયાત ગણાવ્યા અને તેને ટ્રુડોનો રાજકીય સ્ટંટ ગણાવ્યો. જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડા અને તેના સાથીઓની ગુપ્તચર માહિતી સૂચવે છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા, પરંતુ તે સમયે કોઈ નક્કર પુરાવા ન હોવાનું સ્વીકાર્યું હતું.

જસ્ટિન ટ્રુડોએ કહ્યું, "ભારતને કહ્યું કે આ નક્કર પુરાવા નથી, પરંતુ માત્ર ગુપ્ત માહિતી છે. અમે ઈચ્છતા હતા કે ભારત પડદા પાછળ અમને સહયોગ આપે. આ સમયે કોઈ નક્કર પુરાવા નથી." ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે (17 ઓક્ટોબર 2024) આના પર કડકાઈ દર્શાવી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "કેનેડાની સરકારે સપ્ટેમ્બર 2023થી ભારત સાથે કોઈ માહિતી શેર કરી નથી. જસ્ટિન ટ્રુડોએ ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ કોઈ માહિતી શેર કરવામાં આવી ન હતી. અમને અમારા રાજદ્વારીઓની સુરક્ષાની ખાતરી કરવાની જરૂર છે." તેને ધ્યાનમાં રાખીને અમે અમારા રાજદ્વારીઓને ભારત પાછા બોલાવ્યા છે."

Tags :
Canada newsCanadian national security expertindiaindia newsJustin Trudeauworld
Advertisement
Next Article
Advertisement