For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેં ભગવાનનું શું બગાડ્યું છે: વિનેશ

01:15 PM Aug 16, 2024 IST | admin
મેં ભગવાનનું શું બગાડ્યું છે  વિનેશ

ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ માટેની અપીલ ફગાવાયા બાદ નિરાશ રેસલરનું દર્દ છલકાયું

Advertisement

સિલ્વર મેડલ માટેની અપીલ હારી ગયા બાદ વિનેશે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે અને કહ્યું કે મેં ભગવાનનું શું બગાડ્યું છે. વિનેશે શેર કરેલી તસવીરમાં પોતે નિરાશામાં જમીન પર પડેલી જોઈ શકાય છે. વિનેશની આ તસવીર જોઈને લાખો ભારતીયોના દિલ તૂટી ગયા. આ તસવીરે જ વિનેશને દુખ-દર્દ છતું કરી દીધું છે.

ભારતની પહેલવાન વિનેશ ફોગાટ અને દેશની આશા પર પાણી ફરી વળ્યું છે. અનેક દિવસોની દુખભરી પ્રતિક્ષા બાદ આખરે કોર્ટ ઓફ આર્બિટ્રેશને વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાની ના પાડી દીધી છે. કોર્ટે વિનેશની અપીલ ફગાવી દીધી છે. બે વાર સિલ્વર મેડલનો ચુકાદો લટકાવી રાખ્યાં બાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશને આખરે ત્રીજી વારમાં ફાઈનલ ચુકાદો જાહેર કરીને સિલ્વર મેડલની દેશની આશા પર પાણી ફેરવી દીધું હતું. વિનેશ માટે હવે કોઈ આરો નથી.

Advertisement

7 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલ રમાઇ હતી. આ પછી બીજા દિવસે વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. વિનેશ ફોગાટે કહ્યું કે મા કુશ્તી મારાથી જીતી હતી. હું હારી છું. મને માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. ઉલ્લેખનીય છે કે હરિયાણાની ખાપ પંચાયતે વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ આપવાનું એલાન કર્યું છે. વિનેશ હવે ગમે ત્યારે ભારત પાછી આવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement