યુક્રેન યુધ્ધમાં તમે આગળ શું કરવાના છો? મોદીએ પુતિનને પૂછયું
નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન એક ઇન્ટરવ્યુમાં આશ્ચર્યજનક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન યુદ્ધ અંગે રશિયાની વ્યૂહરચના પર સીધી ચર્ચા કરી હતી. રુટેના જણાવ્યા મુજબ, મોદી પુતિન પાસેથી જાણવા માંગતા હતા કે રશિયાની ભાવિ યોજનાઓ શું છે, ખાસ કરીને અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા સુધીના આયાત ટેરિફ લાદવામાં આવ્યાને ધ્યાનમાં રાખીને.
CNN સાથેની એક મુલાકાત દરમિયાન, નાટો ચીફ રુટેએ કહ્યું, દિલ્હી વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી રહ્યું છે, અને નરેન્દ્ર મોદી પૂછી રહ્યા છે, પહું તમને સમર્થન આપું છું, પરંતુ શું તમે મને વ્યૂહરચના સમજાવી શકો છો, કારણ કે હું 50% ટેરિફ હેઠળ છું? નાટો ચીફ માર્ક રુટે વધુમાં જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની રશિયા પર મોટી અસર પડી રહી છે.