'અમે ધમકીઓથી ડરીશું નહીં..' લશ્કરી પરેડમાં ચીનનાં રાષ્ટ્રપતિનો હુંકાર, પુતિન અને કિમ-જોંગ-ઉન એકસાથે
ચીને આજે(૩ ઓગસ્ટ, ૨૦૨૫) પહેલી વાર જેટ ફાઇટર, મિસાઇલ અને નવા ઇલેક્ટ્રોનિક યુદ્ધ હાર્ડવેર સહિત તેના કેટલાક આધુનિક શસ્ત્રોનું જાહેરમાં પ્રદર્શન કરીને પોતાની લશ્કરી શક્તિનું પ્રદર્શન કર્યું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ નિમિત્તે બુધવારે ચીનની રાજધાની બેઇજિંગમાં વિક્ટ્રી ડે પરેડ ઊજવવામાં આવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ શી જિનપિંગે તિયાનમેનમાં ભાષણ આપ્યું છે.તેમણે કહ્યું કે ચીનને આગળ વધતા કોઈ રોકી શકે નહીં. તેમણે દુનિયાના દેશોને કહ્યું કે તેઓ યુદ્ધના મૂળ કારણોને ખતમ કરે અને જૂની દુઃખદ ઘટનાઓનું ફરી પુનરાવર્તન થવા ન દે.
આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને ઈરાન, મલેશિયા, મ્યાનમાર, મંગોલિયા, ઇન્ડોનેશિયા, ઝિમ્બાબ્વે અને મધ્ય એશિયાઈ દેશોના નેતાઓ સહિત ૨૬ વિદેશી નેતાઓએ આ પરેડમાં હાજરી આપી હતી.
ભારતના પડોશી દેશોમાંથી, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પરેડમાં ભાગ લઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમની પત્ની પેંગ લિયુઆને વિદેશી મહેમાનોનું સ્વાગત કર્યું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાની આક્રમણ સામે ચીનની જીતની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત પરેડમાં સેંકડો સૈનિકોએ ભાગ લીધો હતો.
કિમ મંગળવારે રાત્રે તેમની પુત્રી કિમ જુ એ સાથે ટ્રેન દ્વારા બેઇજિંગ પહોંચ્યા. ૨૦૧૯ પછી આ તેમની ચીનની બીજી મુલાકાત છે અને પુતિન સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવાના કિમના પ્રયાસો વચ્ચે ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે અણબનાવની અફવાઓ પછી આ પહેલી મુલાકાત છે. બેઇજિંગમાં શી, પુતિન અને કિમની સાથે હાજરી ખાસ કરીને લશ્કરી પરેડમાં, ચીન દ્વારા અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક મજબૂત સંદેશ મોકલવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
બેઇજિંગમાં તેમની મુલાકાત તિયાનજિનમાં 10-સભ્યોના શાંઘાઈ સહકાર સંગઠન (SCO)ના ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલન પછી થઈ હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શી અને પુતિન સાથેની મુલાકાતો સમાચારમાં હતી. આ મુલાકાત ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદવા માટે ભારત પર 50 ટકા ડ્યુટી (ટેરિફ) લાદવાની પૃષ્ઠભૂમિ સામે થઈ હતી.
જાપાને વિશ્વ નેતાઓને વિનંતી કરી હતી
બીજા વિશ્વયુદ્ધમાં જાપાની આક્રમણ સામે ચીનના પ્રતિકાર યુદ્ધની યાદમાં આયોજિત પરેડમાં વિદેશી નેતાઓની હાજરી જાપાન અને ચીન વચ્ચે રાજદ્વારી વિવાદનો વિષય બની ગઈ છે, કારણ કે જાપાને વૈશ્વિક નેતાઓને તેમાં હાજરી ન આપવા વિનંતી કરી હતી. વિશ્વના ટોચના નેતાઓને આ કાર્યક્રમમાં હાજરી ન આપવા વિનંતી પર ચીને જાપાન સમક્ષ રાજદ્વારી વિરોધ નોંધાવ્યો છે. ચીન તેના વૈશ્વિક પ્રભાવ અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે, જેને શીની છબીને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
તિયાનમેન સ્ક્વેર ખાતે કાર્યક્રમ
આ કાર્યક્રમ બેઇજિંગના ઐતિહાસિક તિયાનમેન સ્ક્વેર ખાતે યોજાયો હતો. ચીની સેના, જે ઘણીવાર તેના શસ્ત્રો વિશે ગુપ્તતા રાખે છે, તેણે પહેલીવાર જાહેરમાં તેના અતિ-આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન કર્યું, જેના વિશે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દાવો કરે છે કે તે યુએસ આર્મીના શસ્ત્રો સાથે મેળ ખાય છે. ભારે સુરક્ષા વચ્ચે યોજાઈ રહેલી આ પરેડમાં ભાગ લેવા માટે ચીન અને વિશ્વભરના મોટી સંખ્યામાં પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સેના પરેડમાં શસ્ત્રોનો સ્ટોક
ચીને સેના પરેડમાં અન્ય શસ્ત્રો કરતાં વધુ સારી રીતે એકનું પ્રદર્શન કર્યું. આ રીતે, ચીને આખી દુનિયાને તેની શક્તિનો અહેસાસ કરાવ્યો.