પાકિસ્તાનમાં નવી સરકારની રચનાનો રસ્તો સાફ: શાહબાઝ બનશે પી.એમ.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) આખરે મંગળવારેના રોજ પાકિસ્તાનમાં નવી ગઠબંધન સરકારની રચના માટે ઘણા દિવસોની વાટાઘાટો પછી એક સમજૂતી પર પહોંચી. પાર્ટીના નેતાઓએ આ સંબંધમાં માહિતી શેર કરી છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ ગઈ મોડી રાત્રે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના અધ્યક્ષ શેહબાઝ શરીફ ફરીથી વડા પ્રધાનની ભૂમિકા નિભાવશે, જ્યારે પીપીપીના સહ-પ્રમુખ આસિફ ઝરદારીએ દેશના આગામી રાષ્ટ્રપતિ હશે.
જિયો ન્યૂઝે ભુટ્ટો-ઝરદારીને ટાંકીને કહ્યું કે, ઙઙઙ અને ઙખક-ગએ જરૂૂરી સંખ્યા હાંસલ કરી લીધી છે અને (હવે) અમે સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ. ચૂંટણી પછી ઘણી અનિશ્ચિતતા વચ્ચે, ઙઙઙ અને ઙખક-ગ ટોચના ગઈઙ નેતાઓએ પુષ્ટિ કરી કે તેઓ દેશના શ્રેષ્ઠ હિતમાંઘ ફરી એકવાર સરકાર બનાવવા માટે દળોમાં જોડાઈ રહ્યા છે.
ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ નેશનલ એસેમ્બલીની 93 બેઠકો જીતી છે. આમાંના મોટાભાગના અપક્ષોને પીટીઆઈનું સમર્થન છે. ઙખક-ગએ 75 બેઠકો જીતી હતી, જ્યારે ઙઙઙ 54 બેઠકો સાથે ત્રીજા ક્રમે રહી હતી. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (ખચખ-ઙ) પણ તેને તેની 17 બેઠકો સાથે સમર્થન આપવા સંમત છે.
અગાઉ, જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને દેશની શક્તિશાળી સ્થાપના અને તેમના રાજકીય વિરોધીઓની ટીકા કરી હતી. તેમણે માંગ કરી હતી કે તેમની પાર્ટીમાંથી ઈંચોરાયેલોઘ જનાદેશ પરત કરવામાં આવે. 71 વર્ષીય ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (ઙઝઈં) પાર્ટીના સ્થાપક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત જાહેર થયા બાદ ગયા વર્ષથી અદિયાલા જેલમાં બંધ છે.