વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયન રિપોર્ટર સાથે ઉગ્ર બોલાચાલી
કેમેરામેન પરિવારના ફોટોગ્રાફ્સ લઈ રહ્યાનું કારણ
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ઓસ્ટ્રેલિયામાં વિવાદમાં ફસાયા છે. બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા મેલબોર્ન એરપોર્ટ પહોંચ્યો ત્યારે કોહલીને ઓસ્ટ્રેલિયન મીડિયા પર્સન પર ગુસ્સો આવ્યો કારણ કે તેને લાગ્યું કે ઓસ્ટ્રેલિયન કેમેરામેન તેના પરિવારના ફોટોગ્રાફ્સ લઈ રહ્યો છે.
કોહલી પત્રકાર સાથે ઝઘડો થયો હતોઆ ઘટના ત્યારે બની જ્યારે સ્થાનિક રિપોર્ટર ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડનો ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો. વિરાટ કોહલી જ્યારે પરિવાર સાથે ત્યાંથી પસાર થયો ત્યારે કેમેરામેનનું ધ્યાન કોહલી પર ગયું. કોહલીનો પરિવાર સાર્વજનિક સ્થળે ફિલ્માવવામાં આવ્યો હોવાના કારણે ગુસ્સે થયો હતો અને તેણે પત્રકાર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.
આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં વિવાદમાં ફસાયા હોય. આ પહેલા પણ એક વખત કોહલી મોટા વિવાદમાં ફસાઈ ગયો હતો. વાસ્તવમાં આ ઘટના 2012ની છે. જ્યારે સિડની ટેસ્ટ દરમિયાન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલીએ તેને ટોણો મારતા દર્શકો તરફ આંગળી ચીંધીને અશ્ર્લીલ હરકતો કરી હતી. બાદમાં કોહલીએ સ્વીકાર્યું કે તેણે દર્શકોના ટોણા પર પ્રતિક્રિયા ન આપવી જોઈતી હતી.