બેંકોને કરોડોનો ચુનો લગાવનારા વિજય માલ્યા-મોદીના પાર્ટીમાં જલ્સા
આઇપીએલના પૂર્વ કમિશનર બર્થ-ડે પાર્ટીમાં મોજ કરતા જોવા મળ્યા
ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને વિજય માલ્યાનો લંડનમાં પાર્ટી કરવાનો એક વીડિયો સામે આવ્યો છે. રાષ્ટ્રીય ભંડોળની ઉચાપત બાદ દેશમાંથી ભાગી ગયેલા આ બંને ઉદ્યોગપતિ હવે વિદેશમાં રાજાશાહી જીવન જીવી રહ્યા છે અને મોજશોખમાં વ્યસ્ત છે.
લલિત મોદીએ તાજેતરમાં લંડનમાં એક ધામધૂમથી ભરેલી પાર્ટી સાથે પોતાનો 63મો જન્મદિવસ ઉજવ્યો. આ પાર્ટીમાં તેમના નજીકના મિત્ર અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા પણ ખાસ હાજરી આપી હતી. લલિત મોદીએ પોતે જ પાર્ટીની ઝલક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
પાર્ટી લંડનના મેફેર સ્થિત પ્રતિષ્ઠિત મેડોક્સ ક્લબમાં યોજાઈ હતી, જે તેના ખર્ચાળ વાતાવરણ માટે જાણીતા છે.
અહેવાલો અનુસાર ત્યાં એક ટેબલની કિંમત ઓછામાં ઓછી 1,000 પાઉન્ડ (લગભગ ₹1.18 લાખ) છે.
વીડિયો માં Happy Birthday Lalit - King of Smile ગીત સાથે લલિત મોદી મિત્રો વચ્ચે નાચતા જોવા મળે છે. ક્લબમાં ડિસ્કો લાઇટિંગ, સજાવટ અને ઉત્સવનું માહોલ સ્પષ્ટ જોવા મળે છે. વિજય માલ્યા પણ પાર્ટીમાં નજરે પડ્યા હતા. વીડિયોમાં વિજય માલ્યા પણ જોવા મળે છે. હાલ ભારતમાં ગંભીર આર્થિક ગુનાઓનો સામનો કરી રહેલા બંને ઉદ્યોગપતિ યુનાઈટેડ કિંગડમમાં રહે છે.