For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

VIDEO: PM નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાતે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

10:33 AM Sep 03, 2024 IST | Bhumika
video  pm નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાતે  આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે રવાના થયા હતા. બંને દેશોની મુલાકાતે જતા પહેલા તેમને સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કર્યું હતું કે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા પર વાતચીત થશે. સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર પીએમ મોદી બ્રુનેઈ દારુસલામ પહોંચશે.

ભારત અને બ્રુનેઈ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રી આ મુલાકાત લઈ રહ્યા છે. કોઈપણ ભારતીય વડાપ્રધાનની બ્રુનેઈની આ પ્રથમ મુલાકાત છે. આ પછી તેઓ સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગના આમંત્રણ પર સિંગાપોર જશે.

Advertisement

બ્રુનેઈ અને સિંગાપોરના પ્રવાસ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, 'આગામી બે દિવસમાં હું બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની મુલાકાત લઈશ. આ દેશોમાં તમામ કાર્યક્રમો દરમિયાન ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત-બ્રુનેઈ દારુસલામના રાજદ્વારી સંબંધોએ 40 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કર્યા છે. હું મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાને મળવા માટે ઉત્સુક છું.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, 'સિંગાપોરમાં હું રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ, વડા પ્રધાન લોરેન્સ વોંગ, વરિષ્ઠ પ્રધાન લી સિએન લૂંગ અને એમેરિટસ વરિષ્ઠ પ્રધાન ગોહ ચોક ટોંગ સાથે વાતચીત કરીશ. અમે મુખ્ય ક્ષેત્રોમાં સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા રાખીએ છીએ.' બ્રુનેઈ ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિ અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. પીએમ મોદીની આ મુલાકાત સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા, અવકાશ ટેકનોલોજી, આરોગ્ય સહયોગ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિનું આદાનપ્રદાનને મજબૂત કરશે.

PM મોદીની બ્રુનેઈની મુલાકાત પર, વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) જયદીપ મજુમદારે કહ્યું, 'PM બ્રુનેઈ સાથેના સંબંધો અને સહયોગના તમામ પાસાઓ પર દ્વિપક્ષીય રીતે ચર્ચા કરશે. બ્રુનેઈ સાથે અમારા ખૂબ જ ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. બ્રુનેઈમાં ભારતીયોની સંખ્યા લગભગ 14,000 છે અને તેમાં બ્રુનેઈના ડોકટરો અને શિક્ષકોનો સમાવેશ થાય છે, જેમણે બ્રુનેઈના અર્થતંત્ર અને સમાજમાં તેમના યોગદાન માટે સદ્ભાવના અને સન્માન મેળવ્યા છે. "બ્રુનેઈ 2012 થી 2015 સુધી આસિયાનમાં અમારું કન્ટ્રી કોઓર્ડિનેટર હતું અને આસિયાન સાથેના અમારા આગળના જોડાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને નિભાવવાનું ચાલુ રાખે છે."

Advertisement
Tags :
Advertisement
Advertisement