VIDEO: PM મોદી જાપાન પહોંચ્યા: ગાયત્રી મંત્ર અને ભજન સાથે ટોક્યોના કલાકારોએ કર્યું સ્વાગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(29 ઓગસ્ટ 2025) ચાર દિવસની જાપાન અને ચીનની મુલાકાતે જાપાન પહોંચ્યા છે.જાપાન પહોંચતાની સાથે જ PM મોદીએ ટ્વિસોશિયલ મીડિયા પર લખ્યું કે “હું ટોક્યો પહોંચી ગયો છું. ભારત અને જાપાન તેમના વિકાસલક્ષી સહયોગને સતત મજબૂત બનાવી રહ્યા છે. હું આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઇશિબા અને અન્ય લોકોને મળવા માટે ઉત્સુક છું, જે હાલની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને સહયોગના નવા માર્ગો શોધવાની તક પૂરી પાડશે.'
જાપાન પહોંચતાની સાથે જ, પીએમ મોદી ભારતીય મૂળના લોકોને મળ્યા. ભારતીયોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને મોદીએ પણ શુભેચ્છાઓ સ્વીકારી.મોદીના આગમન સમયે જાપાની નાગરિકોએ ગાયત્રી મંત્રનો પાઠ કરીને શુભેચ્છાઓ પાઠવી.
https://x.com/ANI/status/1961246523226034421
સ્થાનિક કલાકારોએ પરંપરાગત ભારતીય નૃત્ય રજૂ કરીને અનોખું સ્વાગત કર્યું. ટોક્યોની હોટલમાં મોદીએ NRIs ને મળ્યા અને સૌ સાથે હાથ હલાવીને જોડાયા. આ દરમિયાન કલાકાર માયોનીએ રાજસ્થાની લોકગીત ગાયું હતું અને એક ભરતનાટ્યમ કલાકારે મોદીને મળતા ખુશી વ્યક્ત કરી. આ પ્રસંગે ભારતીય મૂળના લોકો ઉત્સાહિત જોવા મળ્યા.
https://x.com/ANI/status/1961246721658556881
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન સાથે વેપાર અને રોકાણ સંબંધોને પ્રોત્સાહન આપવા અને ચીન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી મોદીની જાપાન અને ચીનની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને ટેરિફ નીતિઓએ ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ પેદા કર્યો છે. જાપાન અને ચીનની મુલાકાત માટે રવાના થતા પહેલા, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાત રાષ્ટ્રીય હિતો અને પ્રાથમિકતાઓને આગળ ધપાવશે.