For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

VIDEO: નેપાળના કાઠમંડુમાં પ્લેન થયું ક્રેશ, 18ના મોત,

12:36 PM Jul 24, 2024 IST | Bhumika
video  નેપાળના કાઠમંડુમાં પ્લેન થયું ક્રેશ  18ના મોત
Advertisement

નેપાળની રાજધાની કાઠમંડુમાં મોટી દુર્ઘટના સર્જાય છે. કાઠમંડુમાં ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 19 લોકો સવાર હતા. આમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ટીમે પાંચેય મુસાફરોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે કેપ્ટનને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. કાઠમંડુ પોસ્ટ અનુસાર, બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૂર્યા એરલાઈન્સનું વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું.

ટીઆઈએના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે પોખરા જતી ફ્લાઈટમાં ફ્લાઈટ ક્રૂ સહિત ઓગણીસ લોકો સવાર હતા. લગભગ 11 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું. પોલીસ અને ફાયર વિભાગના જવાનો અકસ્માત સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો છે.

Advertisement

વિમાન દુર્ઘટના થતાં જ તેમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતાં. કાઠમંડુ પોસ્ટ અનુસાર, રાજધાનીના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૌર્ય એરલાઈન્સના પ્લેનમાં આ અકસ્માત થયો હતો. એરપોર્ટના સૂત્રોને ટાંકીને કાઠમંડુ પોસ્ટે લખ્યું છે કે ટેક-ઓફ દરમિયાન પ્લેન રનવે પરથી સરકી ગયું હતું, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. આ પ્લેન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું અને તેમાં કુલ 19 લોકો સવાર હતા. તે જ સમયે, દુર્ઘટના પછી, પ્લેનમાં આગ લાગી અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આ દુર્ઘટનાને કારણે પ્લેનમાં લાગેલી આગને ઓલવવા માટે અગ્નિશમન દળ અને સુરક્ષા કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.

દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સરકારે રાહત અને બચાવ કામગીરી માટે સેનાના જવાનોને સ્થળ પર મોકલ્યા હતા. મેડિકલ અને સેનાના જવાનોની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. જે પ્રકારની આગ ફાટી નીકળી છે તે ખરાબ સમાચાર સૂચવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement