VIDEO: દુબઈ એર શોમાં મોટી દુર્ઘટના: ભારતનું તેજસ ફાઈટર જેટ ક્રેશ, અકસ્માતમાં પાયલોટનું મોત
દુબઈ એર શોમાં એક મોટી દુર્ઘટના બની હતી. એર શોમાં પ્રદર્શન દરમિયાન તેજસ વિમાન ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાએ આ ઘટના અંગે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું કે દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન ક્રેશ થયું. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિમાન ભીડ માટે પ્રદર્શન કરી રહ્યું હતું. આ અકસ્માતમાં પાયલોટનું મૃત્યુ થયું.
શુક્રવારે બપોરે દુબઈ એર શોમાં પ્રદર્શન ઉડાન દરમિયાન તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે આ અકસ્માત થયો હતો, જ્યારે વિમાન દર્શકો માટે પ્રદર્શન કરી રહ્યું હતું. થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. તેજસ ક્રેશના બે કલાક પછી, દુબઈ એર શોમાં હવાઈ પ્રદર્શન ફરી શરૂ થયું. અકસ્માત પછી પહેલી ઉડાન રશિયન સુખોઈ SU-57 સ્ક્વોડ્રન દ્વારા કરવામાં આવી હતી.
https://x.com/JohnBasham/status/1991816845016576148?s=20
અકસ્માત પછી તાત્કાલિક કટોકટીની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને ભીડને દૂર કરી. ભીડમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થતો હતો, જેમને પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળનાં કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી.
અહેવાલો અનુસાર, પાઇલટ નકારાત્મક નેગેટિવ G-ફોર્સમાંથી બહાર નીકળી શક્યો નહીં, જેના કારણે વિમાને નિયંત્રણ ગુમાવ્યું. વીડિયોમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે તેજસ કોઈ ગ્લાઇડિંગ વિના સીધું નીચે પડી ગયું. આનો અર્થ એ છે કે રિકવરી ફેઇલ ગઈ, અને વિમાન ફ્રી-ફોલમાં ગયું.
અકસ્માતના એક દિવસ પહેલા, સોશિયલ મીડિયા પર એવા દાવાઓ ફરતા થયા હતા કે તેજસમાં ઈંધણ લીકેજ થઈ રહ્યું છે. જોકે, સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેજસના ફ્યુલ લીકેજનો વીડિયો ખોટો છે.