VIDEO: લંડનમાં ખાલિસ્તાનીઓનો આતંક, જયશંકર પર હુમલાનો પ્રયાસ
એથમ હાઉસ બહાર ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરૂધ્ધ નારાબાજી કરી: તિરંગો ફાડી નાખ્યો, વિદેશમંત્રી બહાર નીકળ્યા ત્યારે કાર આંતરી: સ્થાનિક અધિકારીઓએ કોઇ કાર્યવાહી ન કરી
વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે બુધવારે તેઓ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને પણ મળ્યા. જ્યારે ગુરુવારે લંડનના થિંક ટેન્ક ચેથમ હાઉસ ખાતે પવિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકાથ વિષય પર વાત કરી હતી. આ પહેલા એક ચોંકાવનારી ઘટના બની જેની સમગ્ર ભારતમાં ચર્ચા થવા લાગી છે.
ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી જયશંકર ચેથમ હાઉસ પહોંચે તે પહેલાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. તેમણે દેશ વિરોધી નારેબાજી કરવાની શરૂૂઆત કરી દીધી હતી. આ દરમિયાન જ્યારે જયશંકર જ્યારે ચેથમ હાઉસથી નીકળી રહ્યા હતા ત્યારે જ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અહેવાલ મુજબ ભાંગફોડનું આ કૃત્ય હોવા છતાં અધિકારીઓએ કોઇ દરમિયાનગીરી કરી નહોતી.
એક અહેવાલ અનુસાર એક વ્યક્તિ જયશંકરની ગાડી સામે આવીને તિરંગાને ફાડવા લાગ્યો હતો. વ્યક્તિની આ હરકત જોયા બાદ સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક પકડી પાડ્યો હતો અને ગાડીથી દૂર લઈ ગયા. જ્યારે એકબાજુ અમુક ખાલિસ્તાની સમર્થકો પોતાના હાથમાં ખાલિસ્તાનનો ઝંડો લઈને નારેબાજી કરવા લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જ્યારે સ્વતંત્ર નીતિ સંસ્થાન ચેથમ હાઉસમાં કાશ્મીર મુદ્દે વિદેશમંત્રીને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ખાલી કરવાથી કાશ્મીરના મુદ્દાનો ઉકેલ આવી જશે. કાશ્મીરમાં મોટાભાગના મુદ્દાઓને ઉકેલવા અમારી સરકારે સારું કામ કર્યું છે. મને લાગે છે કે કલમ 370 હટાવવી એ એક સારું પગલું હતું. હવે પાકિસ્તાન અમને કાશ્મીરનો અમારો હિસ્સો પાછો આપી દે તો હું આશ્વાસન આપું છું કે કાશ્મીરના મુદ્દાનો ઉકેલ આવી જશે.
વિદેશમંત્રીએ ગઇકાલે તેમના યુકે સમકક્ષ ડેવિડ લેમી સાથે દ્વિપક્ષીય સંબંધો સહિત ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. લેમીએ જયશંકરનું આયોજન કર્યું હતું. કેન્ટના ચેવેનિંગ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે બે દિવસ સુધી ચર્ચા થઈ. જેમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી લઈને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સુધીના ઘણા મુદ્દા સામેલ હતા.
યુપીમાં બબ્બર ખાલસાનો આતંકી શસ્ત્રો સાથે ઝબ્બે
UP STF અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના એક સક્રિય આતંકવાદીની કૌશામ્બી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. આતંકી પાસેથી 3 હેન્ડ ગ્રેનેડ, 2 ડિટોનેટર, એક વિદેશી પિસ્તોલ અને 13 જીવતા કારતૂસ મળી આવ્યા છે. શંકાસ્પદ આતંકવાદી લાઝારસ મસીહ સવારે 3.20 વાગ્યે ઝડપાયો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક (યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, કાયદો અને વ્યવસ્થા) અમિતાભ યશે જણાવ્યું હતું કે પંજાબના અમૃતસરના કુર્લિયાન ગામનો રહેવાસી મસીહ કથિત રીતે BKIના જર્મન સ્થિત મોડ્યુલના વડા સ્વર્ણ સિંહ ઉર્ફે જીવન ફૌજી સાથે સંકળાયેલો છે અને તે પાકિસ્તાન સ્થિત ISI અને રિકવર કરાયેલી સીએએસટી ઓપરેશન દરમિયાન સીધો સંપર્કમાં હતો. STFએ કહ્યું કે મસીહ 24 સપ્ટેમ્બર, 2024ના રોજ પંજાબમાં ન્યાયિક કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. તેના નેટવર્ક અને સંભવિત આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.