VIDEO: અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાયા
સોમવારે અમેરિકાના એરિઝોનામાં સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે ખાનગી જેટ અથડાતા એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય લોકો ઘાયલ થયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે એક ખાનગી જેટ રનવે પરથી ભટકી ગયું અને બીજા જેટ સાથે અથડાયું. હાલમાં, યુએસ વહીવટીતંત્રે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. છેલ્લા 10 દિવસમાં અમેરિકામાં આ ચોથો વિમાન અકસ્માત છે.
https://x.com/LAmag/status/1889101884428022181
મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવારે બપોરે 2:45 વાગ્યે બની હતી. કુએસ્ટરના જણાવ્યા મુજબ એક જેટ રનવે પરથી ભટકી ગયું અને એરપોર્ટ પર પાર્ક કરેલા ગલ્ફસ્ટ્રીમ 200 જેટ સાથે અથડાયું. તેમણે વધુમાં જણાવ્યું કે તે જેટનું લેન્ડિંગ ગિયર ફાઇલ જતાં તેણે બીજા જેટને ટક્કર મારી હતી. કુએસ્ટરે જણાવ્યું હતું કે જેટ ટેક્સાસથી ચાર લોકો સાથે ઉડાન ભરી રહ્યું હતું, અને પાર્ક કરેલા વિમાનમાં એક વ્યક્તિ હતો.
સ્કૉટસ્ડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા બે લોકોને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા અને એકની હાલત સ્થિર છે. અને આ ટક્કરમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. US ફેડરલ એવિએશને પ્લેન અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
આ પહેલા બનેલી પ્લેન દુર્ઘટનાઓ
3 ફેબ્રુઆરીના રોજ હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટને ટેકઓફના થોડા સમય પહેલા તેના એક એન્જિનમાં આગ લાગી જતાં તેને ખાલી કરાવવામાં આવી હતી.
1 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રૂઝવેલ્ટ મોલ નજીક એક વિમાન ક્રેશ થયું. ક્રેશ થયેલ વિમાન લિયરજેટ 55 વિમાન હતું. વિમાન સ્પ્રિંગફીલ્ડ બ્રાન્સન રાષ્ટ્રીય વિમાનમથક તરફ જઈ રહ્યું હતું.
આ પહેલા 30 જાન્યુઆરીએ, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટકરાયા હતા. ટક્કર પછી, વિમાન અને હેલિકોપ્ટર અલગ થઈ ગયા અને નદીમાં પડી ગયા. આ અકસ્માતમાં બધા 67 લોકોના મોત થયા હતા.