VIDEO: ચીનના આકાશમાં એક સાથે દેખાયા 7 સૂર્ય…જાણો આ ચમત્કાર કઈ રીતે થયો
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આકાશમાં એક સાથે સાત સૂર્ય દેખાય છે. આ વીડિયો ચીનનો હોવાનું કહેવાય છે. આ ચોંકાવનારો અને અદ્ભુત વિડીયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મળતી માહિતી મુજબ આ વીડિયો 18 ઓગસ્ટનો છે. જેને ચેંગડુની હોસ્પિટલમાંથી એક મહિલાએ આ વિડીયો ઉતાર્યો છે. વીડિયો જોઈને ઘણા લોકોને લાગ્યું કે આ બ્રહ્માંડનો અનોખો નજારો છે. જ્યારે કેટલાક લોકોએ તેને ચમત્કાર ગણાવ્યો હતો.
વાસ્તવમાં આ એક ઓપ્ટિકલ ઈલ્યુઝન અને વર્ચ્યુઅલ ઈમેજને કારણે થયું છે. વાંગ નામની મહિલાએ હોસ્પિટલની બારીની અંદરથી આ વિડીયો ઉતાર્યો છે. વિન્ડો ગ્લાસના દરેક સ્તરે અલગ-અલગ સૂર્યની છબી ઉત્પન્ન કરી અને પ્રકાશ વક્રીભવનને કારણે, સાત સૂર્ય એક સાથે દેખાતા હતા.
આ વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોની ફની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝરે ટ્વિટર પર લખ્યું છે કે એક એશિયન દેશમાં પ્રકાશના વક્રીભવનના પરિણામે, એક સાથે 7 સૂર્ય જોવા મળ્યા હતા.