યુઝર્સના ડેટા દેશબહાર મોકલી નહીં શકાય, ફેબ્રુઆરીથી થશે કાયદાનો અમલ
ગૂગલથી લઈને ફેસબુક સુધી દરેક પર હવે તવાઈ આવવાની છે. યુઝર્સની સેફ્ટી માટે ભારત સરકાર દ્વારા નવા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ બનાવ્યા છે. આ નિયમોના આધારે હવે કોઈ પણ કંપની યુઝર્સના ડેટાને ભારતની બહાર નહીં મોકલી શકે. આ કંપનીઓમાં દરેક ટેલીકોમ કંપની, સ્ટાર્ટઅપ અને સોશિયલ મીડિયાથી લઈને દરેક એડ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પણ આવી ગઈ છે. એમાં પછી ગૂગલ, ફેસબુક કે યાહૂ જ કેમ ન હોય.ડેટા ચોરીના કેસ સતત વધી રહ્યાં છે. ઘણી કંપનીઓ યુઝર્સની જાણ બહાર ડેટા ચોરીને અન્ય કંપનીઓને વેંચે છે. સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયાથી લઈને દરેક ટેલિકોમ કંપનીઓ પર હવે સરકાર લગામ લગાવવા જઈ રહી છે. સરકારના આ નવા નિયમની અસર સ્ટાર્ટઅપથી લઈને મોટી-મોટી દરેક કંપનીઓ પર જોવા મળશે.
નવા નિયમ મુજબ કોઈ પણ કંપનીએ યુઝર્સના ડેટાને ભારત બહાર મોકલવા પહેલાં સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે.
ટેલિકોમ કંપનીઓ પાસે દરેક કસ્ટમર્સના ડેટા હોય છે. આથી આ કંપનીઓને એસડીએફ એટલે કે સર્વિસ ડેટા ફ્લો હેઠળ રાખવામાં આવ્યા છે. કોઈ પણ કસ્ટમર્સને કોઈ પણ રીતે સર્વિસ પૂરી પાડવામાં આવતી હોય તો એ શું છે એ આમાં દર્શાવવામાં આવશે. એમાં કોલ સાથે સંકળાયેલા વોઇઝના ડેટાથી લઈને વેબસાઇટથી સ્ટ્રીમિંગ ડેટા સુધીની તમામ માહિતી હોય છે.
કોઈ પણ રીતે ડેટાના નિયમનું ઉંલ્ઘન થયું તો કંપનીઓએ એ માટે જવાબ આપવો પડશે. કોઈ પણ યુઝર્સના ડેટાની સાથે છેડછાડ કરવામાં આવ્યા તો એની જાણકારી યુઝરને આપવામાં આવવી જરૂૂરી છે. આ સાથે જ બેન્ક અથવા તો કોઈ અન્ય નાણાકિય કંપની સાથે જોડાયેલા હોય અને એ ડેટા પર અસર પડતી હોય તો તેમને પણ માહિતી આપવી જરૂૂરી છે. મોટી-મોટી કંપનીઓ અને સોશિયલ મીડિયા કંપનીઓએ હવે તેમના ડેટા ભારતમાં રાખવા પડશે. આ માટે તેમણે હવે ભારતમાં સર્વર લગાવવા પડી શકે છે. આથી સ્ટાર્ટઅપ કંપની માટે ખર્ચ વધી શકે છે.
કંપનીઓ માટે ગાઇડલાઇન્સ
ડેટા ક્લેક્શનની પરમિશન લેવા માટે હવે ડિજિટલ ટોકન લેવી ફરજિયાત બનશે. આ સાથે જ જેતે કંપનીઓએ ડેટા પ્રોટેક્શન બોર્ડ સાથે રજિસ્ટ્રેશન કરાવવું પણ જરૂૂરી છે. આ રજિસ્ટ્રેશન માટે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી 12 કરોડ રૂૂપિયા હોવી જરૂૂરી છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટને 2023માં પરવાનગી મળી ગઈ હતી. આ નિયમ પર ફીડબેક ખુૠજ્ઞદ પોર્ટલ પર 2025ની 18 ફેબ્રુઆરી સુધી આવવાની સંભાવના છે.