ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાક.ને ડ્રોન આપનાર તુર્કીએને અમેરિકા 304 મિલિયન ડોલરના મિસાઈલ આપશે

05:59 PM May 16, 2025 IST | Bhumika
Advertisement

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો. તુર્કીએ સેંકડો ડ્રોન અને લશ્કરી કાર્યકરો મોકલીને પાકિસ્તાનને ટેકનિકલ અને વ્યૂહાત્મક સહાય પૂરી પાડી, જેના કારણે ભારતમાં તુર્કી સામે ભારે ગુસ્સો ફેલાયો. આ ગુસ્સાની અસર સોશિયલ મીડિયા પર જોવા મળી જ્યાં Boycott Turkey ટ્રેન્ડ થવા લાગ્યું અને ભારતે તુર્કીથી વેપારથી લઈને પર્યટન સુધી પોતાને દૂર કરવાનું શરૂૂ કર્યું. પરંતુ આ દરમિયાન, અમેરિકા દ્વારા તુર્કીને મિસાઇલો વેચવાના નિર્ણયથી ભારતમાં એક નવી ચર્ચા શરૂૂ થઈ ગઈ છે.
અમેરિકાએ તુર્કીને 304 મિલિયન ડોલરની મિસાઇલો વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Advertisement

આ મંજૂરી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને તુર્કી ખુલ્લેઆમ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. મિસાઇલ સોદામાં તુર્કી માટે હવાથી હવામાં પ્રહાર કરતી AIM-120 AMRAAM મિસાઇલોનો સમાવેશ થાય છે. આ સાથે, તુર્કીએ 225 મિલિયનના ખર્ચે 53 એડવાન્સ્ડ મીડિયમ રેન્જ મિસાઇલો અને 79.1 મિલિયનના ખર્ચે 60 બ્લોક સેક્ધડ મિસાઇલોની માંગણી કરી છે.

ભારતના ઘણા નિષ્ણાતો માને છે કે અમેરિકાનું આ પગલું તેની બેવડી નીતિનો પર્દાફાશ કરે છે. એક તરફ, તે ચઞઅઉ જેવા મંચો પર ભારતને વ્યૂહાત્મક ભાગીદાર કહે છે અને બીજી તરફ, તે પાકિસ્તાનને ટેકો આપતા દેશને શસ્ત્રો પૂરા પાડે છે. આનાથી ભારત અને અમેરિકાના સંબંધોમાં અવિશ્વાસનો માહોલ સર્જાઈ શકે છે. જોકે, અમેરિકાનો દલીલ છે કે આ સોદો નાટોના સાથી તરીકે તુર્કીની સુરક્ષા જરૂૂરિયાતોને પૂર્ણ કરવા માટે છે અને ભારત વિરુદ્ધ કાવતરું નથી. રાજદ્વારી રીતે કહીએ તો, આ સોદાનો સમય અને પરિસ્થિતિઓ ખૂબ જ સંવેદનશીલ છે.

Tags :
AmericaAmerica newsindiaindia newsTurkeyworldWorld News
Advertisement
Next Article
Advertisement