ભારતને UNSCમાં કાયમી સભ્ય બનાવવા અમેરિકાનો ટેકો
ઐતિહાસિક શિખર સંમેલન પહેલાં ચીન-પાકિસ્તાનને ઝટકો
અમેરિકાએ ભારતની તરફેણમાં મહત્વનો નિર્ણય લઈ ચીનને મોટો ઝટકો આપ્યો છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (ઞગજઈ) ફેરફાર કરવાની લાંબા સમયથી માંગ કરી રહ્યું હતું, ત્યારે અમેરિકાએ ભારતના સમર્થનમાં યુએનએસસીમાં સુધારા પ્રસ્તાવ રજુ કર્યો છે. આ નવા પ્રસ્તાવ હેઠળ ભારતને યુએનએસસીમાં કાયમી સભ્ય બનાવવા માટે અમેરિકાએ સમર્થન આપ્યું છે. આ ઉપરાંત યુએસએ જાપાન અને જર્મનીને પણ લાંબાગાળા માટે કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન આપ્યું છે.
અમેરિકાએ આ પ્રસ્તાવ ન્યૂયોર્કમાં ઐતિહાસિક શિખર સંમેલન અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચસ્તરીય કાર્યક્રમો યોજાવાના થોડા દિવસ પહેલા જ રજૂ કર્યો છે. અમેરિકાએ ભારતને સમર્થન આપ્યા બાદ નિશ્ચિત રૂૂપે ચીન અને પાકિસ્તાનને ધ્રાસકો પડ્યો હતો. કારણ કે આ બંને દેશો ભારતને કાયદી સભ્ય બનાવવા મામલે હંમેશા અડચણો ઉભો કરતા રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન રાજદૂત લિંડા થોમસ-ગ્રીનફીલ્ડે આજે કહ્યું કે, અમેરિકા યુએનએસસી આફ્રિકી દેશોને કામચલાઉ સભ્ય બનાવવા ઉપરાંત કાયમી સભ્ય બનાવવા માટે પણ સમર્થન આપ્યું છે. વાતચીત દરમિયાન, તેમને પૂછવામાં આવ્યું કે, ભારત, જર્મની અને જાપાનને કાયમી સભ્ય બનાવવા માટે અમેરિકાના લાંબા ગાળાના સમર્થનનો અર્થ શું છે? તો તેમણે કહ્યું કે, જ્યાં સુધી જી4નો સંબંધ છે, અમે જાપાન, જર્મની અને ભારતને અમારું સમર્થન આપ્યું છે. બ્રાઝિલને સ્પષ્ટપણે સમર્થન આપ્યું છે.