અદાણી લાંચ કેસની તપાસમાં અમેરિકાએ ભારતનો સહકાર માગ્યો
11:31 AM Feb 19, 2025 IST | Bhumika
Advertisement
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે અમેરિકામાં ચાલી રહેલી કાર્યવાહી તેજ થઈ ગઈ છે. અહેવાલ છે કે હવે અમેરિકાના એસઇસી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને ભારત પાસેથી મદદ માંગી છે. એસઇસી ઈચ્છે છે કે ભારત આ મામલે તપાસમાં સહયોગ કરે. હાલમાં ભારતીય સત્તાવાળાઓ દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
રોઇટર્સના અહેવાલ મુજબ, એસઇસીએ અદાણી જૂથના સ્થાપક ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે ચાલી રહેલા લાંચ કેસની તપાસ કરવા માટે ભારતીય અધિકારીઓનો સંપર્ક કર્યો છે. આ મામલો 265 મિલિયન ડોલરની લાંચ સાથે સંબંધિત છે. પંચે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટને જણાવ્યું છે કે ગૌતમ અને સાગર અદાણીને ફરિયાદ સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય પાસેથી સહકાર માંગે છે.
Advertisement
Advertisement