રશિયા સાથે વેપાર કરતા ભારત સહિતના દેશો પર 500% ટેરિફ લાદવા અમેરિકાની તૈયારી
ટ્રમ્પે બિલને લીલીઝંડી આપી હોવાનો રિપબ્લિકન સેનેટરનો દાવો
અમેરિકાના પ્રસ્તાવિત બિલથી ભારત-ચીન સહિત વિશ્વના કેટલાક દેશો પર 500 ટકાનો જંગી ટેરિફ લાદવાનો માર્ગ મોકળો થઈ શકે છે. આ બિલને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન છે. અમેરિકાના મતે, આ ટેરિફ એવા દેશો પર લાદવામાં આવશે જે હજુ પણ રશિયા સાથે વેપાર ચાલુ રાખી રહ્યા છે. અને તેમાંથી તેલ ખરીદી રહ્યા છે.
રિપબ્લિકન સેનેટર લિન્ડેસ ગ્રેહામે હ્યું, જો તમે રશિયા પાસેથી ઉત્પાદનો ખરીદી રહ્યા છો, અને તમે યુક્રેનને મદદ નથી કરી રહ્યા, તો તમારી પાસેથી અમેરિકા આવતા ઉત્પાદનો પર 500% ટેરિફ લાદવામાં આવશે. ભારત અને ચીન પુતિનનું 70% તેલ ખરીદે છે. તેઓ રશિયાની યુદ્ધ વ્યવસ્થાને ચાલુ રાખે છે.
એવું માનવામાં આવે છે કે આ બિલ ઓગસ્ટમાં રજૂ કરી શકાય છે. જો આવું થાય, તો તે રશિયાને આર્થિક રીતે અલગ પાડવાના અમેરિકાના પ્રયાસમાં એક મોટું પગલું માનવામાં આવશે. જો આ બિલ પસાર થાય છે, તો તેની ભારત અને ચીન પર ગંભીર અસર પડી શકે છે.
કારણ કે આ બંને દેશો ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદાર છે. અમેરિકાના આ પગલાથી ભારત માટે ફાર્માસ્યુટિકલ્સ, કાપડ અને આઇટી સેવાઓ જેવી નિકાસ પર ટેરિફ પણ લાદવાનું જોખમ રહેલું છે.
આ બિલનો હેતુ વિશ્વભરના દેશોને રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા, મોસ્કોના યુદ્ધ અર્થતંત્રને નબળા પાડવા અને રશિયા પર યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો કરવા માટે દબાણ કરવાનો છે.
ગ્રેહામે જણાવ્યું હતું કે ટ્રમ્પે ગઈકાલે તેમની સાથે ગોલ્ફ રમતા બિલને લીલી ઝંડી આપી હતી. લિન્ડસે ગ્રેહામે કહ્યું, નસ્ત્રગઈકાલે, પહેલીવાર તેમણે કહ્યું હતું - તમારા બિલને આગળ વધારવાનો સમય આવી ગયો છે.