H1B વીઝા ખતમ કરવા બિલ રજુ કરશે યુએસ સાંસદ
એક યુએસ સાંસદે જાહેરાત કરી છે કે તે એક બિલ રજૂ કરશે જે H-1B વિઝા કાર્યક્રમને સંપૂર્ણપણે નાબૂદ કરશે અને યુએસ નાગરિકતા મેળવવાનો માર્ગ બંધ કરશે. તેણી કહે છે કે લોકોને તેમના વિઝા સમાપ્ત થતાંની સાથે જ તેમના દેશોમાં પાછા ફરવાની જરૂૂર પડશે.
ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક વિડિઓમાં, જ્યોર્જિયાથી યુએસ કોંગ્રેસવુમન માર્જોરી ટેલર ગ્રીને કહ્યું, હું H-1B વિઝા કાર્યક્રમ સમાપ્ત કરવા માટે એક બિલ રજૂ કરી રહી છું. આ વિઝાનો ઉપયોગ વર્ષોથી છેતરપિંડી, દુરુપયોગ અને અમેરિકન કામદારોને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
ગ્રીને જણાવ્યું હતું કે તેમના બિલમાં દર વર્ષે ફક્ત 10,000 તબીબી વ્યાવસાયિકો (ડોક્ટરો, નર્સો, વગેરે) ને વિઝા આપવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, આ સંખ્યા 10 વર્ષની અંદર સંપૂર્ણપણે તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે જેથી યુએસ પોતાના ડોકટરો ઉત્પન્ન કરી શકે. તેણીએ જણાવ્યું હતું કે તેમનું બિલ H-1B ધારકો માટે નાગરિકતા મેળવવાનો માર્ગ બંધ કરશે, અને તેમના વિઝા સમાપ્ત થયા પછી તેમને તેમના દેશોમાં પાછા ફરવાની જરૂૂર પડશે.