અમેરિકન સેનાએ વેનઝુએલાનું જહાજ ફૂંકી માર્યું, 11 આતંકવાદીઓને ઠાર માર્યા
અમેરિકન લશ્કરી દળોએ સાઉથકોમ ક્ષેત્રમાં ટ્રેન ડી અરાગુઆ નાર્કો ગેંગના એક જહાજને ફૂંકી માર્યુ છે. આ લશ્કરી કાર્યવાહીમાં 11 આંતકવાદીઓના મૃત્યુ થયા છે. આ ઘટનાને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જસ્ટિફાય કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું છે કે, મારા આદેશ પર અમેરિકન લશ્કરી દળોએ સાઉથકોમ ક્ષેત્રમાં ટ્રેન ડી અરાગુઆ નાર્કો ગેંગ સામે લશ્કરી કાર્યવાહી કરી.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ અમેરિકા પર તેમની સરકાર સામે લશ્કરી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પ સરકાર લશ્કરી ધમકીઓ દ્વારા વેનેઝુએલામાં સરકાર બદલવા માંગે છે.
માદુરોએ કહ્યું હતું કે, અમે અમેરિકા તરફથી કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા તૈયાર છીએ. આ નિકોલસ માદુરોના એક જહાજ પર અમેરિકન લશ્કરી દળોએ સાઉથકોમ ક્ષેત્રમાં હુમલો કર્યો છે. આ લશ્કરી કાર્યવાહીમાં 11 આંતકવાદીઓના મૃત્યુ થયા છે.
અમેરિકન લશ્કરી દળોની એક મોટી ટુકડી કેરેબિયનમાં તૈનાત છે. આ વિસ્તારમાં જ વેનેઝુએલાના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. 4500 મરીન સાથે 4 ડિસ્ટ્રોયર અને ટોમાહોક ક્રુઝ મિસાઈલો તૈનાત કરવામાં આવી છે. TDA એક વિદેશી આતંકવાદી સંગઠન છે જે નિકોલસ માદુરો ના નિયંત્રણ હેઠળ કામ કરે છે. નિકોલસ માદુરોએ અમેરિકા અને સમગ્ર પશ્ચિમી વિશ્વમાં સામૂહિક હત્યાઓ, ડ્રગ્સની હેરાફેરી અને માનવ તસ્કરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો.