For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પને ‘સમ્રાટ’ કહેનારા બ્રાઝિલ પર 50% ટેરિફ લાદતું અમેરિકા

11:15 AM Jul 10, 2025 IST | Bhumika
ટ્રમ્પને ‘સમ્રાટ’ કહેનારા બ્રાઝિલ પર 50  ટેરિફ લાદતું અમેરિકા

Advertisement

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ સાત દેશો પર ટેરિફની જાહેરાત કરી છે. જેમાં સૌથી મોટો ઝટકો બ્રાઝિલને આપ્યો છે. બ્રાઝિલ પર 50 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે અલ્જીરિયા, ઈરાક, લિબિયા, શ્રીલંકા પર 30 ટકા ટેરિફ લગાવ્યો છે. જ્યારે બ્રુનેઈ અને મોલ્દોવા પર 25 ટકા અને ફિલિપાઈન્સ પર 20 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે નવા ટેરિફ આગામી પહેલી ઓગસ્ટથી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ બ્રિકસ સંમેલન દરમિયાન ટ્રમ્પનું નામ લીધા વગર અનિચ્છનિય સમ્રાટ કહી વિશ્ર્વ વેપાર ડોલર પર નિર્ભર ન રહે તેવું મંતવ્ય રજુ કર્યું હતું.

અમેરિકાના આ નિર્ણયથી બ્રાઝિલ બરાબરનું ભડક્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ કડક શબ્દોમાં આર્થિક બદલો લેવાની ચેતવણી આપી છે. બ્રાઝિલ ભારેખમ ટેક્સ લગાવવા મુદ્દે ટ્રમ્પે જણાવ્યું છે કે નિર્ણય લેતા સમયે બ્રાઝિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો સાથે જે વર્તણૂક થઈ રહી છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. નોંધનીય છે કે બ્રાઝિલમાં બોલસોનારો વિરુદ્ધ સત્તાપલટો કરવાનું ષડયંત્ર રચવાના આરોપ હેઠળ કેસ ચાલી રહ્યો છે.

Advertisement

નોંધનીય છે કે અમેરિકાએ અગાઉ મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાખસ્તાન, મલેશિયા, ટ્યુનિશિયા, ઈન્ડોનેશિયા, બોસ્નિયા, બાંગ્લાદેશ, સર્બિયા, થાઈલેન્ડ પર પણ ટેરિફની જાહેરાત કરી હતી. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર વધારાના 10 ટકા ટેરિફની ધમકી આપી છે. જેમાં ભારત, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સામેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement