For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકા-ચીન ટેરિફ ઘટાડવા માટે રાજી: બંને દેશોએ 115 ટકા ટેરિફ ઘટાડ્યો

02:43 PM May 12, 2025 IST | Bhumika
અમેરિકા ચીન ટેરિફ ઘટાડવા માટે રાજી  બંને દેશોએ 115 ટકા ટેરિફ ઘટાડ્યો

Advertisement

વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન મુદ્દે ચાલી રહેલી બે દિવસીય વાતચીતમાં બંને દેશોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમેરિકા અને ચીને બંનેએ એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફમાં ઘટાડો કરવા સહમતિ દર્શાવી છે. બંનેએ 90 દિવસ માટે લાગુ ટેરિફમાં 115 ટકા સુધીનો ઘટાડો કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગ ટેરિફ ઘટાડવા સંમત થયા છે. ચીન 90 દિવસ માટે અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર 125 ટકાને બદલે માત્ર 10 ટકા ટેરિફ વસૂલશે. જ્યારે અમેરિકા પણ ચીનથી આયાત થતી વસ્તુઓ પર 90 દિવસ માટે 145 ટકાને બદલે માત્ર 30 ટકા ટેરિફ વસૂલશે.

Advertisement

બંને દેશોએ 115% ટેક્સ ઘટાડ્યો

અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટ કહે છે કે બંને દેશોએ ખરેખર 90 દિવસ માટે 115 ટકા ટેક્સ ઘટાડ્યો છે. આ રીતે, ચીનનો 125 ટકા ટેરિફ હવે 10% અને અમેરિકાનો 145 ટકા ટેરિફ 30% પર આવી ગયો છે.

બંને દેશોના નેતાઓ સપ્તાહના અંતે સ્વિટ્ઝર્લૅન્ડમાં મળ્યા હતા, ત્યારબાદ ટેરિફ ઘટાડવા પર સર્વસંમતિ સધાઈ હતી. જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થયું હતું. ટ્રમ્પે ચીનથી આયાત થતી વસ્તુઓ પર કુલ ૧૪૫ ટકા ટેરિફ લાદ્યો હતો, જેનો જવાબ ચીને અમેરિકા પર કુલ ૧૨૫ ટકા ટેરિફ લાદીને આપ્યો હતો.

વિશ્વમાં ખુશીની લહેર દોડી ગઈ

અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધ પર આ યુદ્ધવિરામને કારણે વિશ્વમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ જાહેરાત પછી, હોંગકોંગના શેરબજાર ઇન્ડેક્સ હેંગશેંગમાં ૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં પણ તેજી જોવા મળી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement