અમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. તેમણે આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે એક પણ અમેરિકી અધિકારી આ સમિટમાં ભાગ લેશે નહીં બહિષ્કાર પાછળનું કારણ જણાવતા ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ આફ્રિકી સરકાર પર પશ્વેત ખેડૂતો સાથે દુર્વ્યવહારથના ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે આ ખૂબ જ શરમજનક છે કે G20 જેવી વૈશ્વિક કોન્ફરન્સ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહી છે, જ્યાં આફ્રિકાનર્સ (શ્વેત ડચ મૂળના ખેડૂતો) માર્યા જઈ રહ્યા છે, તેમની જમીનો છીનવાઈ રહી છે અને સરકાર આ તરફ આંખ આડા કાન કરી રહી છે ટ્રમ્પે ધમકી આપી કે જ્યાં સુધી આ માનવાધિકાર ઉલ્લંઘન બંધ નહીં થાય, ત્યાં સુધી કોઈ પણ અમેરિકી અધિકારી દક્ષિણ આફ્રિકા નહીં જાય.
પહેલાં એવી અપેક્ષા હતી કે દક્ષિણ આફ્રિકામાં આયોજિત આ સંમેલનમાં રાષ્ટ્રપતિને બદલે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે, પરંતુ ટ્રમ્પના આદેશ બાદ હવે તેમણે પણ પોતાની યાત્રા રદ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય દ્વારા માનવાધિકારો પર અમેરિકાની સખત નીતિ નો સંદેશો વિશ્વભરમાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.બીજી તરફ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ ટ્રમ્પના આક્ષેપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે રામફોસાએ સ્પષ્ટતા કરી કે, તેમણે ટ્રમ્પને પહેલાં જ સમજાવ્યું હતું કે દેશમાં કોઈ પણ સમુદાય વિરુદ્ધ સંગઠિત ઉત્પીડન થઈ રહ્યું નથી.
તેમણે કહ્યુ આ આક્ષેપો તદ્દન ખોટા છે. અમારા દેશમાં શ્વેત નાગરિકો હજુ પણ સામાન્ય રીતે સારું જીવનધોરણ ભોગવી રહ્યા છે. ટ્રમ્પે માત્ર G20 ના બહિષ્કારની જ નહીં, પરંતુ દક્ષિણ આફ્રિકાને G20 માંથી બહાર કરી દેવાની પણ માંગ કરી છે.
તેમણે કહ્યું કે એવા દેશને વિશ્વ મંચનો ભાગ બનવાનો અધિ
કાર નથી, જ્યાં પોતાના જ નાગરિકો સુરક્ષિત નથી આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હલચલ મચી છે અને G20 જેવા મોટા વૈશ્વિક મંચની રાજદ્વારી ગંભીરતા પર સવાલો ઊભા થયા છે. વિશ્ર્લેષકો માને છે કે ટ્રમ્પનો આ નિર્ણય દક્ષિણ આફ્રિકા પર દબાણ બનાવવા ઉપરાંત, અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમના પરંપરાગત વોટ બેંક (રૂૂઢિચુસ્ત શ્વેત મતદારો)ને મજબૂત કરવાની રાજકીય વ્યૂહરચના પણ હોઈ શકે છે.