યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનો વર્જિનિટી ટેસ્ટ કરાતાં હોબાળો
અલ-ફરાબી કઝાકિસ્તાન નેશનલ યુનિવર્સિટીમાં એક ખૂબ મોટો શરમજનક કાંડ સામે આવ્યો છે. અહીં ભણતી ઓછામાં ઓછી 190 વિદ્યાર્થીઓ કૂંવારી છે કે નહીં તેને ટેસ્ટ કરાયો હતો અને તેનો રિપોર્ટ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો જેને પરિણામે મોટો હોબાળો મચ્યો હતો.
190 છોકરીઓનો વર્જિનીટી ટેસ્ટ કરાયો હતો જેને ટીચરો અને બીજા વિદ્યાર્થીઓએ જોયો હતો. લીક થયેલા ડેટામાં એવું જણાવાયું હતું કે કઈ છોકરી કૂંવારી છે અને કઈ નથી. યુનિવર્સિટીના ચેટ્સ ગ્રુપમાં તેને શેર કરાયો હતો.
યુનિવર્સિટીની હેડ ઓફિસના અધિકારીઓ સુધી આ ડેટા પહોંચ્યો ત્યારે હડકંપ મચ્યો હતો.
લીક થયેલા ડેટામાં તેમના નામ, ઉંમર, ફોન નંબર અને ટેક્સ કોડનો સમાવેશ થાય છે. આ જાણકારી યૂનિવર્સિટીના અનેક સોશિયલ મીડિયા ગ્રુપ પર પણ શેર કરવામાં આવી હતી. યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ગાયનેકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે છોકરીઓનો વર્જિનીટી ટેસ્ટ કરાયો છે તેમની ઉંમર 17થી 21 વર્ષની હોવાનું જણાવાઈ રહ્યું છે. સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લઈને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.