For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બ્રિટનના શાહી પરિવારમાં ઊથલપાથલ, પ્રિન્સ એન્ડ્રયૂની હકાલપટ્ટી, ઘરમાંથી કાઢી મૂકાયા

11:15 AM Oct 31, 2025 IST | admin
બ્રિટનના શાહી પરિવારમાં ઊથલપાથલ  પ્રિન્સ એન્ડ્રયૂની હકાલપટ્ટી  ઘરમાંથી કાઢી મૂકાયા

યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથેના સંબંધોના કારણે ‘પ્રિન્સ’નું પદ છીનવાયું

Advertisement

બ્રિટનના કિંગ ચાર્લ્સે પોતાના નાના ભાઈ એન્ડ્ર્યૂ પાસેથી તેમની તમામ ઉપાધિ અને સન્માન પરત લેવાનો નિર્ણય કર્યો છે. એન્ડ્ર્યૂને ઘરેથી કાઢી મૂકવાનો પણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

બકિંઘમ પેલેસે ગુરૂૂવારે (30 ઓક્ટોબર) જણાવ્યું કે, સ્વર્ગસ્થ યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે એન્ડ્ર્યૂના સંબંધોના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. એન્ડ્ર્યૂને હવે રોયલ લોજ નામનું પોતાનું આવાસ છોડવા માટે નોટિસ આપવામાં આવી છે. તેથી તે હવે વૈકલ્પિક ખાનગી આવાસમાં જતા રહેશે.

Advertisement

ચાર્લ્સના નાના ભાઈ અને સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથના બીજા પુત્ર, 65 વર્ષીય એન્ડ્ર્યૂ પર તાજેતરના વર્ષોમાં તેમના વર્તન અને એપ્સ્ટીન સાથેના સંબંધોને કારણે દબાણ વધી રહ્યું છે. આ મહિનાની શરૂૂઆતમાં તેમણે ડ્યૂક ઑફ યોર્કની પોતાની ઉપાધિનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી.

બકિંઘમ પેલેસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, એન્ડ્ર્યૂને લંડનના પશ્ચિમમાં વિંડસર એસ્ટેટ સ્થિત પોતાના રોયલ લોજ હવેલી છોડી દેવાની સત્તાવાર સૂચના આપવામાં આવી છે અને તેઓ પૂર્વી ઇંગ્લેન્ડમાં સેન્ડ્રિંઘમ એસ્ટેટ પર વૈકલ્પિક ખાનગી આવાસમાં જતા રહેશે.

એન્ડ્ર્યૂ એક સમયે એક હિંમતવાન નૌકાદળ અધિકારી માનવામાં આવતા હતા અને 1980ના દાયકાની શરૂૂઆતમાં આર્જેન્ટિના સાથેના ફોકલેન્ડ યુદ્ધ દરમિયાન તેમણે લશ્કરમાં સેવા આપી હતી. પરંતુ 2011માં તેમને બ્રિટનના વેપાર રાજદૂત તરીકેની ભૂમિકા છોડી દેવાની ફરજ પડી હતી, પછી 2019 માં તેમણે તમામ શાહી ફરજો છોડી દીધી હતી અને પછી 2022માં જાતીય ગેરવર્તણૂકના આરોપો વચ્ચે તેમના લશ્કરી જોડાણો અને શાહી સમર્થન છીનવી લેવામાં આવ્યું હતું, જેનો તેમણે હંમેશા ઇનકાર કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement