સ્વિત્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણામાં પ્રગતિ વચ્ચે યુક્રેનનો રશિયા પર ડ્રોન હુમલો
પાવર સ્ટેશન પર હુમલાથી વીજપુરવઠો ખોરવાયો
સ્વિત્ઝર્લેન્ડમાં રશિયન-યુક્રેન યુધ્ધ ખતમ કરવાના હેતુથી યોજાઈ રહેલી બન્ને દેશોના અધિકારીઓની વચ્ચે પ્રથમ રાઉન્ડની વાટાઘાટો રચનાત્મક રહી હોવાના અમેરિકી વિદેશમંત્રી માર્ક રૂબિયો દાવો કર્યાના અને યુક્રેનના અધિકારીઓ દ્વારા તેની પુષ્ટિ કરાઈ હોવાના અહેવાલો વચ્ચે યુક્રેન દ્વારા રશિયાના મોસ્કો પ્રદેશમાં એક હીટ અને પાવર સ્ટેશન પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો, જેના કારણે મોટી આગ લાગી અને હજારો રહેવાસીઓને ગરમીનો પુરવઠો ખોરવાઈ ગયો, જે રશિયન પ્રદેશની અંદર ઉર્જા માળખા પર કિવના સૌથી મહત્વપૂર્ણ હુમલાઓમાંના એક છે.
મોસ્કો પ્રદેશના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે જણાવ્યું હતું કે યુક્રેનિયન ડ્રોન ક્રેમલિનથી લગભગ 120 કિમી (75 માઇલ) પૂર્વમાં સ્થિત શતુરા પાવર સ્ટેશન પર અથડાયા હતા. ‘કેટલાક ડ્રોન હવાઈ સંરક્ષણ દળો દ્વારા નાશ પામ્યા હતા. ઘણા સ્ટેશનના પ્રદેશ પર પડ્યા હતા. સુવિધામાં આગ લાગી હતી,’ વોરોબ્યોવને રોઇટર્સ દ્વારા ટાંકવામાં આવ્યું હતું.