ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

USAIDના બે હજાર કર્મચારીઓને પાણીચું, હજારોને રજા પર મોકલાયા: ટ્રમ્પ વહીવટીતંત્ર આકરા પાણીએ

11:09 AM Feb 24, 2025 IST | Bhumika
Advertisement

ફેડરલ ન્યાયાધીશે નિર્ણયને મંજૂરી આપ્યા પછી કોન્ટ્રાકટરોને પણ છૂટા કરાયા

Advertisement

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 2000 કર્મચારીઓને કાઢી મૂકવા અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.

શુક્રવારે એક ફેડરલ ન્યાયાધીશે વહીવટીતંત્રને USAID કર્મચારીઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, એમ અઙના અહેવાલમાં જણાવાયું છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે સરકારની યોજનાને કામચલાઉ રોકવા માટેની કર્મચારીઓની વિનંતીને ફગાવી દીધી. USAID કર્મચારીઓને મોકલવામાં આવેલા નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 23 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યાથી, સીધા કાર્યરત USAID કર્મચારીઓને વહીવટી રજા પર મૂકવામાં આવશે, સિવાય કે મિશન-આધારિત આવશ્યક કાર્યો, મુખ્ય નેતૃત્વ અને ખાસ નિયુક્ત કાર્યક્રમોમાં સામેલ કર્મચારીઓ.

ટ્રમ્પ વહીવટીતંત્રે પહેલાથી જ USAIDના વોશિંગ્ટન મુખ્યાલયને બંધ કરી દીધું છે અને વૈશ્વિક સ્તરે હજારો યુએસ સહાય અને વિકાસ કાર્યક્રમોને અટકાવી દીધા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બજેટ સુધારક એલોન મસ્ક કહે છે કે વિદેશી સહાય અને વિકાસ કાર્ય બિનજરૂૂરી ખર્ચ અને ઉદાર એજન્ડાને પ્રોત્સાહન આપે છે.

Tags :
AmericaAmerica newsUSAID employeesworldWorld News
Advertisement
Next Article
Advertisement