For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબારમાં બેનાં મોત

11:15 AM Apr 18, 2025 IST | Bhumika
અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબારમાં બેનાં મોત

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગઇકાલે એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બેના મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU) મા થયેલા ગોળીબારના આરોપીની ઓળખ ફીનિક્સ ઈકનર તરીકે થઈ છે. 20 વર્ષનો આ યુવાન લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ યુવા સલાહકાર પરિષદનો સભ્ય છે.

Advertisement

અહેવાલો અનુસાર, ફીનિક્સ ઈકનરે ગોળીબાર માટે તેની માતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. પોલીસે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા કેમ્પસમાં ગુનાના સ્થળેથી ગોળીબારમાં વપરાયેલ હથિયાર જપ્ત કર્યું છે. આ ઘટના બાદ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ઈમારતોને ખાલી કરાવવાનું શરૂૂ કર્યુ છે. આ ઉપરાંત આસપાસના વ્યવસાયો અને સ્કૂલોને બંધ કરાવવામાં આવી છે. ગોળીબારથી ઈજાગ્રસ્ત 5 લોકોની સારવાર તલ્હાસી મેમોરિયલ હેલ્થકેર હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના અંગેની જાણકારી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી. જેના પછીના એક નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, પયુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના અને જાનહાનિ દુ:ખદ છે. આનો અર્થ એ નથી કે ગન કલ્ચર અંગે કોઈ નવા કાયદા માટે હું હિમાયત કરીશ, કેમકે, મારા મતે ગન ગોળીબાર કરતી નથી પણ લોકો ગોળીબાર કરતા હોય છે.થ

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement