ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઇઝરાયલના ઇરાન પરના હુમલામાં બે કાશ્મીરી છાત્રોને ઇજા: 10,000 ભારતીયોને રેસ્કયુ કરાશે

06:10 PM Jun 16, 2025 IST | Bhumika
Advertisement

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને ઇરાનમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે. તેઓ ભારત પરત આવવા માટે મદદ માગી રહ્યા છે. મહત્વનુ છે કે ઇરાન-ઇરાક યુદ્ધમાં ઇરાનના ટોપ અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકો સહિત 14 સિનિયર અધિકારીઓ માર્યા ગયા છે. ઇરાની જવાબી કાર્યવાહીમાં 200 બેલેસ્ટિક મિસાઇલ અને 100 ડ્રોન વડે ઇઝરાયલ પર હુમલો કર્યો.

Advertisement

ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારત ઇરાનમાંથી 10 હજાર ભારતીયોના રેસ્ક્યુ માટે અભિયાન ચલાવશે. મળતી માહિતી મુજબ વિદેશ મંત્રાલય ઇરાનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંપર્ક બનાવી રાખ્યા છે. ઇરાનમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને કામ કરનાર દરેક ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પગલા લેવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે ઇરાનમાં 1500થી વધારે ભારતીય વિદ્યાર્થીઓ છે. જેમાંથી મોટા ભાગના જમ્મુ કાશ્મીરના છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઇરાનમાં ફલાયેલા વિદ્યાર્થીઓને લઇને વિદેશમંત્રી સાથે વાત કરી હતી. તેમણે કાશ્મીરી વિદ્યાર્થીઓ સહિત ભારતીયોને પરત લાવવા પુરતા પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું હતું.
ઇરાનમાં ફસાયેલા ભારતીયોને સકુશળ બહાર કાઢવામાં આવશે આ માટે ભારત સરકાર ઓપરેશન શરૂૂ કરવા જઇ રહી છે. ઇરાન સરકારે ભારતીય સહિત વિદેશી નાગરિકોને સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફરવા માટે સહમતિ અપાઇ છે. ઇરાનમાં હાલ 10 હજાર ભારતીય છે જેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે. જેમાં વિવિધ મેડિકલ અને ધાર્મિક સંસ્થાઓમાં ભણી રહ્યા હતા. તેઓને અઝરબૈજાન, તુર્કેમેનિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડરથી બહાર લાવવામાં આવશે.

આ બધા વચ્ચે એ માહિતી પણ સામે આવી રહી છે કે તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પાસે હુમલો થયો.

આ હુમલામાં બે ભારતીય વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ બંને વિદ્યાર્થીઓ કાશ્મીરના રહેનારા છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા માટે યુનિવર્સિટીએ બંને વિદ્યાર્થીઓને રામસરમાં ટ્રાન્સફર કરી દીધા છે.

Tags :
indiaindia newsIsrael iran warIsrael-Iran newsTwo Kashmiri studentsworldWorld News
Advertisement
Next Article
Advertisement