દુબઇમાં પાકિસ્તાની દ્વારા બે ભારતીયોની ક્રૂર હત્યા
મોડર્ન બેકરીમાં ભયાનક હત્યાકાંડ, સાથે જ કામ કરતા પાકિસ્તાની શખ્સે ઝનૂનપૂર્વક એકનું માથું વાઢી નાખ્યું અને બીજાનું હૃદય ચીરી નાખ્યું પછી મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, દુબઇમાં રહેતા લાખો ભારતીયોમાં ફફડાટ
ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષોથી ચાલતી દુશ્મની હવે વિદેશોમા રહેતા બન્ને દેશોનાં લોકો સુધી પહોંચી હોય તેમ દુબઇમા મોર્ડન બેકરીમા કામ કરતા ભારતનાં તેલંગાણાનાં બે શ્રમિકોની તેની સાથે જ કામ કરતા પાકિસ્તાની શખસે ક્રુરતા પૂર્વક હત્યા કરી નાખતા દૂબઇમા કામ કરતા ભારતીયોમા હાહાકાર મચી જવા પામેલ છે. પાકિસ્તાની શખસે કરેલા ઝનુની હુમલામા અન્ય એક વ્યકિત ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો.
પાકિસ્તાની શખસે મોટા છરા જેવા ધારદાર હથિયારથી ઝનુન પૂર્વક હુમલો કરી આડેધડ વાર કરી એક વ્યકિતનુ માથુ કાપી નાખ્યુ હતુ જયારે બીજાને હૃદયમા છરીનાં ઘા ઝીંકી બન્નેની ક્રુર હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. મૃતક બન્નેની ઓળખ તેલંગાણાનાં નિર્મલ જિલ્લાનાં સોન મંડલના અસ્ટપુ પ્રેમ સાગર અને નિઝામાબાદ જિલ્લાના શ્રીનિવાસ તરીકે થઇ છે.
સ્થાનિક મીડિયા સાથે વાત કરતા, ભારતમા રહેતા પ્રેમ સાગરના નાના ભાઈ સંદીપે આ ભયાનક ઘટનાની વિગતો શેર કરી હતી . ઇજાઓથી બચી ગયેલા એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, એક પાકિસ્તાની નાગરિકે કામના કલાકો દરમિયાન હિંસક હુમલો કર્યો. તેણે મારા ભાઈને હૃદયમાં છરી મારી અને અન્ય વ્યક્તિનું માથું કાપી નાખ્યું. હુમલા પછી, તેણે ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા. ઘણા ભારતીયો બેકરીમાં કામ કરે છે, અને કેટલાક હુમલામાંથી બચી ગયા હતા .
પ્રેમ સાગર, જે છેલ્લા છ વર્ષથી દુબઈમાં કામ કરી રહ્યો હતો, તે તેના સંયુક્ત પરિવારનો મુખ્ય આધાર હતો. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે નાના બાળકો છે - એક 9 વર્ષનો અને એક 18 મહિનાનો. કામ માટે દૂર હોવાને કારણે તેણે તેની નાની દીકરીને ક્યારેય રૂૂબરૂૂમાં જોઈ ન હતી.સંદિપે કહયુ કે તેમના દાદીનું એક અઠવાડિયા પહેલા જ અવસાન થયું હતું અમારો પરિવાર હજી પણ તેણીની ખોટનો શોક અનુભવી રહ્યો છે, અને હવે અમે મારા ભાઈના મૃત્યુથી વિખેરાઈ ગયા છીએ. હું હજી સુધી મારી માતા અને ભાભીને કહી શક્યો નથી. તેની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે હિન્દુ હતો. તે દેશ માટે મૃત્યુ પામ્યો છે . સંદીપે એવો પણ દાવો કર્યો હતો કે હુમલાખોર, કથિત રીતે આતંકવાદી હતો, તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દુબઈમાં લાખો ભારતીયો તેમના પરિવારોને ટેકો આપવા માટે નાની નોકરીઓ કરી રહ્યા છે. હું સરકારને વિનંતી કરું છું કે તેઓ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે અને ઝડપી પગલાં ભરે.
આ ઘટનાના જવાબમાં, તેલંગાણા સરકારના અધિકારીઓએ મૃતકના નશ્વર ઝડપથી પરત લાવવા માટે દુબઈમાં ભારતીય કોન્સ્યુલેટનો સંપર્ક કર્યો છે.
ગૃહ અને વિદેશ મંત્રાલય એલર્ટ
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંદી સંજયે મૃતકના પરિવારજનો સાથે વાત કરી હતી. X પરની એક પોસ્ટમા તેમણે લખ્યું આજે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત કરી અને અમારી MHA ઓફિસ સતત તેમના સંપર્કમાં છે. પ્રેમ સાગરના ભાઈ શ્રી અષ્ટપુ સંદીપ સાથે પણ વાત કરી અને પરિવાર તેમના મૃતદેહના પરત આવવાની રાહ જોઈને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી. ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા, દુબઈ પોલીસને મંત્રાલયના ભૂતપૂર્વ અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે .