For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડિંગુચા કાંડના આરોપી ડર્ટી હેરી સહિત બેને 10 વર્ષની સજા

05:18 PM May 29, 2025 IST | Bhumika
ડિંગુચા કાંડના આરોપી ડર્ટી હેરી સહિત બેને 10 વર્ષની સજા

કેનેડાથી અમેરિકામાં ઘુસણખોરી દરમિયાન ગુજરાતી પરિવારના 4 સભ્યોના મોતના કેસમાં ચુકાદો

Advertisement

સાગરિતને પણ દસ વર્ષની કઠોર કેદ ફટકારતી મિનેસોટા ફેડરલ કોર્ટ

અમેરિકામાં ડિંગુચાના પરિવારના મોતના કેસમાં ડર્ટી હેરી સહીત બે અપરાધીઓને કોર્ટે 10-10 વર્ષની સજા ફટકારી છે. ડિંગુચા ગામના પટેલ પરિવારના અમેરિકા જવાના પ્રયાસ દરમિયાન થયેલા ભયાનક મોતના મામલે હવે નવો વળાંક આવ્યો છે. માનવ તસ્કરીના આરોપમાં મિનેસોટાની ફેડરલ કોર્ટે બે આરોપીને આખરે સજા સંભળાવી છે. મુખ્ય સૂત્રધાર હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરી અને તેના સાગરીત સ્ટીવ એન્થની શેન્ડને દોષિત ઠેરવ્યા છે અને બંનેને 10-10 વર્ષની જેલની સજા સંભળાવી છે. 19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડાની સરહદ નજીક, ગુજરાતના ડીંગુચા ગામના પરિવારના ચાર સભ્યો - પતિ, પત્ની અને તેમના બે બાળકો ઠંડીમાં ઠુંઠવાઇને મોતને ભેટયા હતા. આ પરિવાર કેનેડાથી અમેરિકાની સરહદ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.

Advertisement

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગુજરાતના ડિંગુચાના રહેવાસી હર્ષ પટેલે આ પરિવારને અમેરિકા પહોંચાડવાની યોજના બનાવી હતી. તેણે આ કાર્ય માટે સ્ટીવ એન્થની શેન્ડની મદદ લીધી હતી. હવે, બંનેને માનવ તસ્કરીના ગુનાઓ માટે દોષિત માનીને કોર્ટએ 10 વર્ષની કઠોર સજા ફટકારી છે. આ કેસ વિશ્વભરના ગુજરાતી સમુદાયમાં ગહન દુ:ખ અને ચિંતાનો વિષય બની રહ્યો હતો. હવે આ ચુકાદા સાથે ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પ્રેસિકયુશન દ્વારા આ ઘટનામાં અપરાધીઓને 20 વર્ષની સજાની માંગણી કરવામાં આવી હતી.

ટ્રાયલ દરમિયાન પ્રોસીક્યુટરે દલીલ કરી હતી કે, હર્ષ પટેલ ભારતીય નાગરિક છે અને તેને લોકો પડર્ટી હેરીથ તરીકે ઓળખે છે. તેનો ડ્રાઈવર એન્થોની અમેરિકાન સિટીઝન છે. તેઓ ભારતમાંથી અનેક લોકોને સ્ટુડન્ટ વિઝ પર કેનેડા બોલાવતા હતા અને ત્યાંથી યુએસ બોર્ડર પાર કરાવતા હતા. ડિગુચાના વતની જગદીશ પટેલ તેની પત્ની વૈશાલી બેન, 11 વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરા ગેરકાયદે અમેરિકા પહોંચાડવાનું કામ હર્ષે લીધુ હતું.
ફરિયાદીઓએ જણાવ્યું હતું કે દાણચોરો નાણાકીય લાભ માટે વારંવાર સ્થળાંતર કરનારાઓને જીવલેણ પરિસ્થિતિઓમાં મૂકે છે, જે માનવ જીવન પ્રત્યે સ્પષ્ટ અવગણના દર્શાવે છે. ન્યાયાધીશ તુનહાઇમની સજાની ટિપ્પણીએ ગુનાની ગંભીરતા પર ભાર મૂક્યો, તેને આયોજિત અને અવિચારી યોજના ગણાવી જેનો અંત દુર્ઘટનામાં થયો. એક જ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ 19 જાન્યુઆરી, 2022ના રોજ કેનેડા પોલીસને મળી આવ્યા હતા.

એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવતાં પોલીસ ચોકી ઊઠી હતી. આ મામલે તપાસ બાદ અમેરિકામાં હર્ષ તથા તેના સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી.હર્ષ પટેલ એ એક કુખ્યાત માનવ તસ્કર છે, જે લોકોમાં ‘ડર્ટી હેરી’ તરીકે ઓળખાય છે. તેણે ભારતમાંથી અનેક લોકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલવાનો વ્યવસાય ચાલુ કર્યો હતો. ત્યારબાદ એ લોકોને ગેરકાયદે રીતે કેનેડાથી અમેરિકાની સરહદ ક્રોસ કરાવતો હતો. ડિંગુચા ગામના પટેલ પરિવારને પણ તેણે આવા જ રીતે અમેરિકા પહોંચાડવાનું કામ સ્વીકાર્યું હતું. આ કામગીરી માટે તેણે પોતાના સાગરીત સ્ટીવ એન્થની શેન્ડને ડિંગુચા પરિવારની જવાબદારી સોંપી હતી. દુર્ભાગ્યવશ, બોર્ડર ક્રોસ કરતી વખતે ઠંડીમાં ઠુંઠવાઇને ડિંગુચા પરિવારના ચારેય સભ્યોનું કરૂૂણ મોત થયુ હતુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement