ભારત-પાક. યુદ્ધમાં તુર્કીની સીધી સંડોવણીનો પર્દાફાશ
ઓપરેશન સિંદૂરમાં તુર્કીના બે ડ્રોન ઓપરેટરો પણ મોતને ભેટતાં ભાંડો ફૂટ્યો
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હુમલામાં બે તુર્કી લશ્કરી ઓપરેટીટસ પણ માર્યા ગયા હતા. એવું કહેવાય છે કે તુર્કીએ 350 થી વધુ ડ્રોન આપીને ભારત સામેના સંઘર્ષમાં પાકિસ્તાનને મદદ કરી હતી એટલું જ નહીં, પરંતુ તેના સંચાલકો પાકિસ્તાની સેનાને પણ મદદ કરી રહ્યા હતા.સૂત્રોએ જણાવ્યું હતું કે, પઓપરેશન સિંદૂર દરમિયાન, તુર્કીના સલાહકારોએ ભારતમાં સંકલિત ડ્રોન હુમલાઓમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીઓને મદદ કરી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારત સામે બાયરક્તાર TB2 અને YIHA ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.
આ ડ્રોનનો ઉપયોગ લક્ષ્ય ઓળખ માટે અને સંભવત આત્મઘાતી હુમલાઓ માટે કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે, ખાસ કરીને ભારતીય ફોરવર્ડ પોઝિશન્સ અથવા સપ્લાય કાફલાઓ સામે. છેલ્લા ઘણા વર્ષોમાં, પાકિસ્તાને તુર્કી સાથે ગાઢ લશ્કરી સંબંધો વિકસાવ્યા છે. તુર્કી સરકારે પાકિસ્તાની સેનાને તાલીમ પણ આપી હતી.સંરક્ષણ નિષ્ણાતો માને છે કે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાન અને તુર્કી વચ્ચેનું જોડાણ આશ્ચર્યજનક ગતિએ મજબૂત બન્યું છે. તુર્કીની સરકારે માત્ર મહત્વપૂર્ણ લશ્કરી સાધનો જ પૂરા પાડ્યા નથી, પરંતુ પાકિસ્તાની સૈન્યને તાલીમ પણ આપી છે.
એવું કહેવાય છે કે 7-8 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ 300 થી 400 ડ્રોન વડે ભારતની ઉત્તરી અને પશ્ચિમી સરહદો પર લશ્કરી માળખાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એક પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, ડ્રોનના કાટમાળની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે આ તુર્કીના એસિસગાર્ડ સોંગર ડ્રોન છે.
જેએનયુએ તુર્કીની યુનિ. સાથેનો કરાર રદ કર્યો
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) એ તુર્કીની ઇનોનુ યુનિવર્સિટી સાથેનો પોતાનો કરાર રદ કરી દીધો છે. યુનિવર્સિટીએ આ નિર્ણય પાછળ ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને તુર્કી દ્વારા પાકિસ્તાનને આપવામાં આવી રહેલા સમર્થન સામે દેશમાં વધી રહેલા રોષને કારણે રાષ્ટ્રીય સુરક્ષનો હવાલો આપ્યો છે.જેએનયુએ ડ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તુર્કીની યુનિવર્સિટી સાથેનો સમજૂતી કરાર (MoU) સ્થગિત કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે જેએનયુ રાષ્ટ્ર સાથે ઊભું છે. જેએનયુની વેબસાઇટ અનુસાર, આ કરાર 3 ફેબ્રુઆરી, 2025ના રોજ ત્રણ વર્ષ માટે કરવામાં આવ્યો હતો અને તે 2 ફેબ્રુઆરી, 2028 સુધી ચાલવાનો હતો.જે દિવસે સરકારે ભારતીય વિરુદ્ધ પ્રચાર અને ખોટી માહિતી ફેલાવવા બદલ તુર્કીના સમાચાર પ્રસારણકર્તા ટીઆરટી વર્લ્ડના ટ્વિટર એકાઉન્ટ્સને ટૂંક સમય માટે બ્લોક કર્યા હતા, તે જ દિવસે જેએનયુ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને તુર્કીના સમર્થનના વિરોધમાં ભારતમાં તુર્કી ઉત્પાદનો અને સેવાઓના બહિષ્કારની તરફેણમાં વધી રહેલી લાગણી સાથે સુસંગત છે.